Saturday, September 25, 2021
Homeઅમેરિકાએ પણ લગાવ્યો Max-8/9 વિમાનો પર પ્રતિબંધ, ભારતમાં આજે 30થી 35 ફ્લાઇટ્સ...
Array

અમેરિકાએ પણ લગાવ્યો Max-8/9 વિમાનો પર પ્રતિબંધ, ભારતમાં આજે 30થી 35 ફ્લાઇટ્સ કેન્સલ થશે

ઇથોપિયા વિમાન દુર્ઘટના બાદ બોઇંગ 737 Max-8/9 વિરૂદ્ધ અમેરિકાએ પણ કાર્યવાહી કરી છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે બોઇંગ 737 મેક્સ-8,9ની તમામ ફ્લાઇટ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ટ્રમ્પે કહ્યું કે, જે વિમાન હવામાં છે, તે પોતાના ગંતવ્ય સુધી પહોંચ્યા બાદ ફરીથી ઉડાન નહીં ભરે. ભારતમાં પણ બોઇંગ 737 મેક્સ વિમાનોની ઉડાન બુધવાર રાતથી અટકાવી દેવામાં આવી છે. આ નિર્ણય બાદ સ્પાઇસ જેટને 14 ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી. આ આંકડો આજે 30થી 35 ફ્લાઇટનો હોઇ શકે છે. સરકારે કહ્યું કે, ગુરૂવારનો દિવસ પડકારભર્યો રહેશે અને યાત્રીઓની પરેશાનીઓ ઘટાડવાના નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે. એરલાઇન્સને પણ ભાડામાં વધારો નહીં કરવાની અપીલ કરી છે.

નાગરિકોની સુરક્ષા મહત્વનીઃ ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, અમેરિકન નાગરિકોની સુરક્ષા અમારાં માટે સૌથી પહેલાં છે. તેઓએ કહ્યું કે, બોઇંગની બંને દુર્ઘટનાઓના એક કારણ હોઇ શકે છે, તેની તપાસ થવી જોઇએ જેથી તેને યોગ્ય રીતે સમજી શકાય. અમેરિકાએ પહેલા પોતાના નિર્ણયમાં કહ્યું કે, અમેરિકન એરલાઇન્સ અને અમેરિકન એરસ્પેસમાં અમે બોઇંગ 737 મેક્સની ઉડાન પર અસ્થાયી પ્રતિબંધ લગાવી રહ્યા છીએ. આ આદેશ બોઇંગ મેક્સ 8 અને મેક્સ 9ની તમામ ફ્લાઇટ્સ પર લાગુ થશે.
અંદાજિત 70 ફ્લાઇટ્સ જમીન પર
અમેરિકાના આ આદેશથી 70થી વધુ વિમાન ઉડી નહીં શકે. તેમાં મોટાંભાગે અમેરિકા અને દક્ષિણ-પશ્ચિમ એરલાઇન્સના વિમાન છે. આ એરલાઇન્સની પાસે મેક્સ-8ના 58 વિમાન છે. જ્યારે યુનાઇટેડ એરલાઇન્સની પાસે મેક્સ-9ના 14 વિમાનો છે.
ભારતમાં વિમાન ભાડામાં વધારો
ભારતમાં વિમાનોની ઉણપના કારણે બુકિંગ ભાડામાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ કેટલાંક પ્રમુખ રૂટો પર ભાડા બેગણાથી વધુ છે. નુકસાનમાં ચાલી રહેલી જેટ એરવેઝે 5 વધુ વિમાનો ગ્રાઉન્ડ કરી દીધા છે. ઇન્ડિગો પણ પાઇલટ્સની ઉણપના કારણે દરરોજ 30 ફ્લાઇટ્સ રદ કરી રહી છે. ગો એરના પણ કેટલાંક વિમાનો ઠપ છે. એર ઇન્ડિયાના અંદાજિત 23 વિમાન એન્જિન અને સ્પેયર પાર્ટ્સની ઉણપથી તે ઉડવાની હાલતમાં નથી.
નાગરિક ઉડ્ડયન સચિવ પ્રદીપ સિંહ ખરોલાએ સમિક્ષા બેઠક બાદ જણાવ્યું કે, વિદેશમાંથી બોઇંગ 737 મેક્સ વિમાન આવવા સુધી પ્રતિબંધ યથાવત રહેશે. સ્પાઇસ જેટના 12 વિમાનો પર પ્રતિબંધને જોતાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે, ફ્લાઇટ રદ થવા પર પેસેન્જર્સને બીજી ફ્લાઇટ્સમાં એડજસ્ટ કરવામાં આવશે. ટિકિટની રકમ પરત લેવા ઇચ્છે તો તે પણ વ્યવસ્થા કરી આપવામાં આવશે.
એવિએશન રેગ્યુલેટર DGCAએ સ્પષ્ટતા કરી છે કે, બોઇંગ 737 મેક્સ વિમાનોને લઇને સ્થિતિ સ્પષ્ટ થવા સુધી આ પ્રતિબંધ યથાવત રહેશે. બોઇંગ 737 મેક્સ મોડલના વિમાન સ્પાઇસ જેટ અને જેટ એરવેઝની પાસે જ છે.
અનેક દેશોમાં બોઇંગ 737 મેક્સ-8ની ઉડાન પર પ્રતિબંધ
અમેરિકા અગાઉ ભારત, બ્રિટન, ન્યૂઝીલેન્ડ, ઓમાન, UAE, ફ્રાન્સ, જર્મની, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર, મલેશિયા, આર્યલેન્ડ, આઇસલેન્ડ, ઓમાન, ચીન, ઇન્ડોનેશિયા, સાઉથ કોરિયા, આર્જેન્ટિના જેવા દેશોએ પણ આ વિમાનની ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ઇથોપિયા અને ઇન્ડોનેશિયા દુર્ઘટનામાં સમાનતા
ટ્રમ્પના નિર્ણ પહેલાં કેનેડાએ પણ બોઇંગ 737 મેક્સ-8ની ઉડાન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. અહીંના પરિવહન મંત્રીએ કહ્યું હતું કે, જે અમારી પાસે આંકડા આવી રહ્યા છે, તેનાથી જાણ થાય છે કે, ઇથોપિયા વિમાન દુર્ઘટના અને ઓક્ટોબરમાં ઇન્ડોનેશિયામાં થયેલા લૉયન વિમાન દુર્ઘટનામાં સમાનતા હતી. 13 માર્ચ 2019ના ઇથોપિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં આ ખુલાસો થયો.
13 માર્ચના રોજ ઇથોપિયન એરલાઇન્સના બોઇંગ 737 મેક્સ-8 પ્લેન ક્રેશ થતા 157 લોકોનાં મોત થયા હતા.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments