અમેરિકાએ ભારતને 12 મહિના બાદ કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી હટાવ્યું, ચીન હજુ પણ સામેલ

0
23

વોશિંગ્ટનઃ અમેરિકાએ ભારતની કરન્સી મોનિટરિંગ લિસ્ટમાંથી હટાવી દીધું છે. આંતરાષ્ટ્રીય આર્થિક અને વિનિમય દર નીતીઓ પર મંગળવારે જાહેર કરવામાં આવેલા છ માસિક રિપોર્ટમાં અમેરિકાએ આ માહિતી આપી છે. યુએસએ ગત વર્ષે એપ્રિલમાં ભારતને મોનિટરિંગ લિસ્ટમાં સામેલ કર્યું હતું. જોકે ઓક્ટોબરમાં સંકેત આપ્યા હતા કે આગામી રિપોર્ટ બહાર પાડતી વખતે ભારતને લિસ્ટમાંથી હટાવવામાં આવી શકે છે. કોઈ દેશની ફોરેન એક્સચેન્જ પોલિસી પર શંક થવા પર અમેરિકા તેને મોનિટરિંગ લિસ્ટમાં મૂકી દે છે.

સ્વિટ્ઝરલેન્ડને પણ લિસ્ટમાંથી હટાવ્યું

યુએસએ ચીનને મોનિટરિંગ લિસ્ટમાંથી હટાવ્યું નથી. તેમનું કહેવું છે કે ચીને પોતાની મુદ્રામાં સતત નબળાઈ રોકવા માટે જરૂરી પગલા ઉઠાવવા જોઈએ. બીજી તરફ સ્વિટ્ઝરલેન્ડને પણ બહાર કરવામાં આવ્યું છે.

અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન મનૂચિને કહ્યું છે કે છેલ્લા એક વર્ષમાં ચીનની મુદ્રા રેનમિન્બી અમેરિકાના ડોલરની સરખામણીએ 8 ટકા ઘટી છે. યુએસની સાથે ચીનનું વેપાર નુકસાન પણ વધ્યું છે. તે ડિસેમ્બર 2018 સુધી 4 ત્રિમાસિકમાં 419 અબજ ડોલરે પહોંચી છે.

અમેરિકાના તાજા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ચીન સિવાય જાપાન, દક્ષિણ કોરિયા, જર્મની, આયરલેન્ડ, ઈટલી, મલેશિયા, વિએતનામ અને સિંગાપુર પણ કરન્સી મોનિટરિંગ લિસ્ટમાં સામેલ છે. જોકે અમેરિકાના રિપોર્ટમાં કોઈ પણ દેશને કરન્સીમાં હેરફેર કરનાર હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here