Friday, August 12, 2022
Homeઅમેરિકાના ઓસામા ઓપરેશનની જેમ મોદી સરકાર પણ એર સ્ટ્રાઈકના નક્કર પુરાવા આપેઃ...
Array

અમેરિકાના ઓસામા ઓપરેશનની જેમ મોદી સરકાર પણ એર સ્ટ્રાઈકના નક્કર પુરાવા આપેઃ દિગ્વિજય

- Advertisement -

ઈન્દોરઃ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે સરકાર સમક્ષ પાકિસ્તાન સરહદમાં ભારતના હવાઈ હુમલાને લઈને પુરાવા માંગ્યા છે. તેમના જણાવ્યા મુજબ જે રીતે અમેરિકાએ ઓસામા ઓપરેશનના નક્કર પુરાવા આપ્યાં હતા, તેવી જ રીતે ભારત સરકારે પણ પુરાવાઓ રજૂ કરવા જોઈએ. 26 ફેબ્રુઆરીએ વાયુસેનાના મિરાજ 2000 વિમાનોએ મુઝફ્ફરાબાદ, ચકોટી અને બાલાકોટમાં આતંકી કેમ્પોને તબાહ કર્યા હતા. મીડિયા રિપોટર્સના જણાવ્યા મુજબ કાર્યવાહીમાં 350 આતંકીઓ માર્યા ગયા હતા. 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના વિમાન ભારતીય સીમામાં દાખલ થયાં હતા, જવાબી કાર્યવાહીમાં મિગ 21એ પાકિસ્તાનના એફ-16ને તોડી પાડ્યું હતું.

 

વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને છોડવામાં આવતાં દિગ્વિજયે પાકિસ્તાન સરકારનો આભાર માન્યો હતો. તેઓએ કહ્યું કે, “પાકિસ્તાનના PM ઈમરાન ખાને અભિનંદનને છોડવાનો જે નિર્ણય લીધો તેનાથી તેઓએ સાબિત કર્યું કે તેઓ એક સારા પડોશી છે. હવે તેઓએ આતંકી હાફીઝ સઇદ અને મસૂદ અઝહરને સોંપીને બહાદુરી દેખાડવી જોઈએ.”
દિગ્વિજયના જણાવ્યા મુજબ- પાકિસ્તાન ગુપ્તર એજન્સી ISI અને સત્તાધારી પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) ઈચ્છે છે કે તેમની સરકાર અભિનંદનને સોંપવા માટે ભારતની સાથે સૌદાબાજી કરે. પાકિસ્તાનમાં ઈમરાનની આ વાતને લઈને ઘણી નિંદા થઈ રહી છે કે તેઓએ અભિનંદનને છોડવાના બદલે ભારત પાસે કોઈ માંગ ન રાખી.
શુક્રવારે મોદીએ કન્યાકુમારીમાં કહ્યું હતું કે 26/11ના મુંબઈ હુમલામાં (2008) પછી વાયુસેના પાકિસ્તાનમાં સર્જીકલ સ્ટ્રાઈક કરવા માંગતુ હતું પરંતુ તત્કાલીન યુપીએ સરકારે એવું કરવાથી રોક્યા હતા. આ અંગે દિગ્વિજય સિંહે કહ્યું કે, “મેં મોદી જેવો ખોટો વ્યક્તિ નથી જોયો.”
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular