Thursday, August 5, 2021
No menu items!
Homeઅમેરિકાના કેલિફોર્નિયામાં યહૂદી પ્રાર્થનાસ્થળમાં ગોળીબાર; એક મહિલાનું મોત, 3 ઘાયલ
Array

અમેરિકાના કેલિફોર્નિયામાં યહૂદી પ્રાર્થનાસ્થળમાં ગોળીબાર; એક મહિલાનું મોત, 3 ઘાયલ

વોશિંગ્ટનઃ અમેરિકાના કેલિફોર્નિયામાં શનિવારે એક બંદૂકધારીએ યહૂદી પ્રાર્થનાસ્થળ પર ફાયરિંગ કર્યું હતું. આ ગોળીબારમાં એક વૃદ્ધાનું મોત થયું છે, જ્યારે ત્રણ લોકો ઘાયલ થયા છે. પોલીસે 19 વર્ષના હુમલાખોરની ધરપકડ કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઘટના પર સંવેદના વ્યક્ત કરી કહ્યું કે અમે યહૂદી વિરોધી વિચારધારાને હરાવવી જોઈએ. આખું અમેરિકા યહૂદીઓની સાથે છે.

છ મહિના પહેલાં પણ એક હુમલાખોરે પીટ્સબર્ગના ટ્રી ઓપ લાઈફ પ્રાર્થનાસ્થળ પર 11 લોકોની હત્યા કરી હતી. અમેરિકામાં યહૂદીઓ પર તે સૌથી મોટો હુમલો હતો. સેનડિએગો કાઉન્ટીના બિલ ગોરના જણાવ્યા મુજબ, ફાયરિંગમાં ચાર લોકો ઘાયલ થયા હતા, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં ઘાયલ મહિલાએ જીવ ગુમાવ્યો છે, બાકીના ત્રણની સ્થિતિ સ્થિર છે. જેમાં એક બાળકી, યહૂદી ધર્મગુરુ અને એક યુવક સામેલ છે. હુમલાખોરની સોશિયલ મીડિયા એકાઉન્ટથી માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. તેને ફાયરિંગના અડધા કલાક પહેલાં જ એક લેટર સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

હુમલાખોરે એઆર-15 રાયફલથી ફાયરિંગ કર્યુ

બિલ ગોરે કહ્યું કે, ઘટના પછી ડ્યૂટીથી પરત ફરી રહેલાં એક અધિકારીએ હુમલાખોર પર ફાયરિંગ કર્યું. આ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા તે કારમાં ફસાય ગયો. જે બાદ પોલીસે હુમલાખોરની ધરપકડ કરી. તેની પાસેથી એક એઆર-15 રાયફલ મળી, જેનાથી તેને લોકો પર ફાયરિંગ કર્યુ હતું. આ હથિયારનો ઉપયોગ અમેરિકામાં પહેલાં પણ શૂટિંગની ઘટનાઓમાં થયો છે. મીડિયા રિપોટ્સ મુજબ હુમલાખોરે બુલેટપ્રુફ જેકેટ અને હેલમેટ પહેર્યા હતા.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોલીસની પ્રશંસા કરી

ડોનાલ્ડ ટ્રમ્પે ઘટના પર ઊંડી સંવેદના વ્યક્ત કરી, સાથે જ પોલીસની સજાગતા બદલ તેની પ્રશંસા કરી હતી. પોવેના મેયર સ્ટીવ વોસે કહ્યું કે હેટ ક્રાઈમની ઘટના હતી. યહૂદી સમુદાય સૌને સાથે લઈને ચાલે છે.

https://twitter.com/realDonaldTrump/status/1122254362175332355?ref_src=twsrc%5Etfw

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments