અમેરિકાના વર્જીનિયામાં ફાયરિંગ, 12ના મોત, 6 ઘાયલ

0
10

અમેરિકાના વર્જીનિયા બીચમાં માસ શૂટિંગ થઇ છે. આ ઘટનામાં 12 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય 6 ઇજાગ્રસ્ત થયા છે. આ ઘટનામાં હુમલાખોરનું પણ મોત નિપજ્યું છે. એક અહેવાલ મુજબ આ આરોપી વર્જીનિયા બીચ પર નોકરી કરતો હતો.

હુમલાખોરે નગરપાલિકા કેન્દ્રમાં સ્થાનિક સમય મુજબ 5 વાગે ફાયરિંગ કર્યું. એક કર્મચારીના જણાવ્યા અનુસાર જ્યારે હુમલાખોરે ફાયરિંગ કર્યું ત્યારે લોકો તેમના ડેસ્ક પર બેઠા હતા અને કામ કરી રહ્યાં હતા. વર્જીનિયા બીચ વોશિંગ્ટન ડીસીથી અંદાજે ચાર કલાકની દૂરી પર વર્જિનિયા રાજ્યમાં અટલાન્ટિક તટ પર 5,00,000 લોકોની આબાદીવાળું શહેર છે.

રાજ્યના ગર્વનર રાલ્ફ નોર્થમે જણાવ્યું કે તેમની ટીમ હાલ ઘટના પર નજર રાખી રહી છે. અમેરિકાના વર્જીનિયા બીચમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કરતા 12 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 6 લોકો ઘાયલ થયાં છે. જો કે હુમલાખોરને પોલીસે ઠાર મારી દીધો છે. મળતી વિગતો મુજબ હુમલાખોર વર્જીનિયા બીચમાં જ નોકરી કરતો હતો.

નગરપાલિકા કેન્દ્રમાં ફાયરિંગ કર્યું હતું. આ સમયે કર્મચારીઓ પોતાના ડેસ્ક પર બેઠા હતા અને કામ કરી રહ્યા હતા. વર્જીનિયા રાજ્યમાં અટલાંટિક તટ પર 5 લાખ લોકો રહે છે. રાજ્યના ગવર્નર રાલ્ફ નોર્થમ હાલ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. મહત્વનું છે કે અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી.

તાજેતરમાં જ ડેંવરમાં એક સ્કૂલમાં ફાયરિંગ થયું હતું. જેમાં 1 બાળકીનું મોત નિપજ્યું હતું, જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. આ અગાઉ લોસ એન્જેલસમાં ફાયરિંગ થયું હતું, જેમાં એકનું મોત થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here