Saturday, April 20, 2024
Homeઅમેરિકાની ડેનવર શહેરની સ્કૂલમાં અંધાધૂધ ફાયરિંગ, 7થી 8 ઈજાગ્રસ્ત
Array

અમેરિકાની ડેનવર શહેરની સ્કૂલમાં અંધાધૂધ ફાયરિંગ, 7થી 8 ઈજાગ્રસ્ત

- Advertisement -

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકાના કોલોરાડો સ્થિત સ્કૂલમાં ઘૂસીને બે હુમલાખોરોએ મંગળવારે અંધાધૂંધ ફાયરિંગ કર્યુ. આ ઘટના ડેનવર શહેરથી 24 કિમી દૂર એસટીઇએમ સ્કૂલમાં બની, જેમાં આઠ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં દાખલ સ્ટુડન્ટ્સની સ્થિતિ હજુ પણ ગંભીર છે. સ્ટેમ સ્કૂલ હાઇલેન્ડ્સ રેન્ચમાં મંગળવારે બપોરે 1.53 વાગ્યે ફાયરિંગ થયું હતું. પોલીસે જણાવ્યું કે, આ પ્રકારે ફાયરિંગ કરનારા બે શૂટર્સમાંથી એક પુખ્ત વયનો અને એક કિશોરવયનો આરોપી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. જેમાંથી એકની ઓળખ ડેવન એરિક્સન તરીકે થઇ છે.

FB પોસ્ટમાં ખ્રિસ્તી પ્રત્યે અણગમો વ્યક્ત કરતો હતો

ગિટાર કેસમાં ગન લઇને આવ્યા

આરોપી અંગેની વધુ માહિતી પોલીસ બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેર કરશે. ડગ્લસ કાઉન્ટીના પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર, મંગળવારે હાઇસ્કૂલના બે અલગ અલગ લોકેશન પર ફાયરિંગ થયું જેમાંથી એક કિંડરગાર્ડર સેક્શનમાં થયું છે. એડમિનિસ્ટ્રેશનને જણાવ્યા અનુસાર, અધિકારીઓને જેવું ફાયરિંગનો અવાજ સંભળાયો તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.

પોલીસને ઘટનાસ્થળેથી ત્રણ હેન્ડગન અને રાઇફલ મળી આવી છે, પરંતુ તપાસ કરતા જાણકારી મળી કે, આ હથિયારોનો શૂટિંગમાં ઉપયોગ કરવામાં આવ્યો નથી. પોલીસ આવ્યા તે અગાઉ સ્કૂલના જ એક વિદ્યાર્થી બ્રેન્ડન બિઆલીએ કથિત રીતે એક ગનમેનને પકડી લીધો હતો. બિઆલીના પિતાએ કહ્યું કે, બે વિદ્યાર્થીઓ ગિટાર કેસ લઇને ક્લાસરૂમમાં પ્રવેશ્યા અને પછી તેમાંથી ગન બહાર કાઢી હતી.

બિઆલીના પિતાએ કહ્યું કે, બ્રેન્ડન અને તેના એક મિત્રએ ગનમેનને પકડવાની કોશિશ કરી જેમાં એક વિદ્યાર્થીને છાતીમાં ગોળી વાગી ગઇ હતી. ફેરનાન્ડો મોન્ટોયાએ ડેનવર ચેનલને જણાવ્યું કે, તેમના દીકરાને ત્રણ જગ્યાએ ગોળી વાગી છે, પરંતુ તે બચી જશે તેવી આશા છે.

પોલીસ એરિક્સનના ઘરે પહોંચી

એક રિપોર્ટરે કહ્યું કે, તેણે એરિક્સનના પાડોશીઓ સાથે વાત કરી હતી. પાડોશીઓના મત મુજબ એરિક્સન ખૂબ જ સારાં પરિવારમાંથી આવતો કિશોર છે. એરિક્સનના ઘરથી થોડે દૂર એક કાર મળી આવી છે, જેમાં સ્પ્રેથી f*** society એવું લખ્યું છે.

ક્રિમિનલ રેકોર્ડના આધારે એરિક્સન સામે ફેબ્રુઆરી, 2018માં સ્પીડ ડ્રાઇવિંગનો કેસ દાખલ થયેલો છે. સોશિયલ મીડિયા પેજમાં એરિક્સન સારો ગિટાર પ્લેયર હતો તેવું સામે આવ્યું છે. વળી, તે એક સારો થિયેટર આર્ટિસ્ટ પણ હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં તે અવારનવાર ખ્રિસ્તી પ્રત્યે અણગમો વ્યક્ત કરતો હતો, પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના કામની ટીકા અને ભૂતપૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામાના વખાણ કરતો હતો.

ખ્રિસ્તી ગેને નાપસંદ કરે છે તેવી પોસ્ટ

2014ની એક પોસ્ટમાં એરિક્સને લખ્યું છે કે, તમે જાણો છો મને શું નાપસંદ છે? આ તમામ ખ્રિસ્તીઓ જેઓ ગે લોકોને નફરત કરે છે. જ્યારે હકીકતમાં બાઇબલમાં એવો ઉલ્લેખ છે કે, જો કોઇ વ્યક્તિ તેમના પાદરીના વચનો પર ભરોસો નથી રાખતો અને તેઓને જે કરવાનું કહે તે નથી કરતો, તેઓનું મૃત્યુ થવું જોઇએ. બાઇબલમાં આ પ્રકારના હજારો ઉદાહરણો છે, તેમ છતાં તેઓ ગે વિશે સાંભળીને કે મળીને સૂગ ચઢાવે છે.

એરિક્સન યૂટ્યૂબ પર તેના ગિટારના વીડિયો પોસ્ટ કરતો હતો જ્યારે ‘ડેવોનકિલ્સ’ના નામે તેનું સ્નેપચેટ એકાઉન્ટ છે. 2018માં એક પોસ્ટમાં તેણે લખ્યું કે, હું અહીં માત્ર મારાં સીનિયર્સના જ ફોટોગ્રાફ પોસ્ટ કરી રહ્યો છું, જેથી લોકોને એવું ના લાગે કે મેં સ્કૂલ છોડી દીધી છે. જો કે, હું હવે સ્ટેમમાં ક્લાસ અટેન્ડ કરવા નથી જતો.

બીજો કિશોરવયના આરોપીએ જાતિ પરિવર્તન કરાવ્યું

ડેનવર ચેનલ અનુસાર, બીજો ઓરોપી જે કિશોરવયનો છે, પોલીસ રિપોર્ટમાં તેણે સ્ત્રીમાંથી પુરૂષ બનવા માટે જાતિ પરિવર્તનની પ્રોસેસ કરાવી રહી છે. સૂત્રોના જમાવ્યા અનુસાર, અંધાધૂંધનો ફાયરિંગ હેતુ વિદ્યાર્થીઓને માત્ર આક્રમકતા અથવા બદલો લેવાની ભાવનાથી કંઇક અલગ છે. પોલીસને શંકા છે કે બેમાંથી કોઇ એક આરોપીને ડ્રગ્સની લત હતી અને તેણે થેરાપી પણ લીધેલી છે.

ગત અઠવાડિયે યુનિવર્સિટીમાં ફાયરિંગ

અમેરિકામાં હુમલાખોરો અનેક સ્કૂલો અને કોલેજોને નિશાન બનાવી ચૂક્યા છે. ગત સપ્તાહે જ યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિનામાં થયેલા ફાયરિંગમાં બે સ્ટુડન્ટ્સના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ચાર લોકો ઘાયલ થયા હતા. પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી લીધી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular