અમેરિકાનું મોટું નિવેદનઃ ભારત પર ચીનના ખતરાને જોતાં યૂરોપથી હટાવી રહ્યા છીએ સેના

0
0
અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું કે, ભારત અને કેટલાક દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પર ચીનનો ખતરો વધી ગયો છે
  • અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું કે, ભારત અને કેટલાક દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પર ચીનનો ખતરો વધી ગયો છે

ન્યૂયોર્કઃ ભારત અને ચીન (India China Faceoff)ની વચ્ચે પૂર્વ લદાખમાં LAC પર ગતિરોધ સતત ચાલુ છે. બંને પક્ષ વાતચીત દ્વારા તેને ઉકેલવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ પરિણામ સામે નથી આવ્યું. આ દરમિયાન અમેરિકા એ ભારત અને ચીનની વચ્ચે ચાલી રહેલા તણાવ પર મોટું નિવેદન આપ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓ (Mike Pompeo)એ કહ્યું છે કે તેઓ યૂરોપથી પોતાની સેનાને એટલા માટે હટાવી રહ્યા છે કારણ કે ભારત અને કેટલાક દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પર ચીનનો ખતરો વધી ગયો છે.

‘ભારત પર ચીનનો ખતરો!‘

વિદેશ મંત્રી માઇક પોમ્પિઓને પૂછવામાં આવ્યું કે અમેરિકા કેમ જર્મનીથી પોતાની સેના હટાવી રહ્યું છે? આ સવાલના જવાબમાં તેઓએ કહ્યું કે તેઓ આ બધું એક વ્યૂહાત્મક રણનીતિ હેઠળ કરી રહ્યા છે. તેઓએ કહ્યું કે, આ તમામ નિર્ણય ચીનની હરકતોના કારણે લેવામાં આવ્યા છે. ભારત પર ચીનનો ખતરો વધી ગયો છે. આ ઉપરાંત વિયતનામ, ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઇન્સ અને સાઉથ ચાઇના સી ઉપર પણ ખતરો છે. અમેરિકા એ સુનિશ્ચિત કરવા માંગે છે કે અમે ચીનનો યોગ્ય જવાબ આપી શકે.

ગલવાન ઘાટીમાં હિંસક સંઘર્ષ અંગે પણ થઈ ચર્ચા

માઇક પોમ્પિઓએ આ ઉપરાંત ગલવાન ઘાટીમાં ભારત અને ચીનની વચ્ચે થયેલા હિંસક સંઘર્ષ અંગે પણ વાતચીત કરી. સાથોસાથ તેઓએ એમ પણ કહ્યું કે યૂરોપિયન યૂનિયનથી ચીનને લઈને ચર્ચા કરવામાં આવશે.

નોંધનીય છે કે, જર્મનીથી સેના પરત બોલાવવાને લઈ યૂરોપિયન યૂનિયને નારાજગી વ્યક્ત કરી હતી. તેઓએ બાદમાં એવું પણ કહ્યું કે ચીની કંપનીઓ વિરુદ્ધ દુનિયાને એકજૂથ કરવાના પ્રયાસ પણ કરવામાં આવી રહ્યા છે. મૂળે, કોવિડ-19 મહામારીથી બીજિંગને વ્યૂહાત્મક અને આર્થિક રીતે ફાયદો ઉઠાવાનો પ્રયાસ કર્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here