Tuesday, October 26, 2021
Homeઅમેરિકાનો દાવો: ચીન બનાવી રહ્યું છે જમીન, હવા અને દરિયામાંથી હુમલો કરનાર...
Array

અમેરિકાનો દાવો: ચીન બનાવી રહ્યું છે જમીન, હવા અને દરિયામાંથી હુમલો કરનાર સેના

વોશિંગ્ટન: અમેરિકાના ઈન્ટેલિજન્સ ઓફિસરે કહ્યું કે, ચીન જમીન, હવા અને દરિયાઈ માર્ગે હુમલો કરવા માટે ઉચ્ચ ક્ષમતાની સેના બનાવી રહ્યા છે. તેને ટૂંક સમયમાં તેઓ દેશમાં અને તેની બહાર તહેનાત કરશે. ઓફિસરનો દાવો છે કે, ચીનના નેતાઓનો હેતુ દેશને વધારે તાકાતવર બનાવવાનો છે. તે માટે સેનાના આધુનિકરણ પર ભાર આપવામાં આવી રહ્યો છે.

સમગ્ર દુનિયામાં ચીન સેના મોકલી રહ્યું છે

વોશિંગ્ટનમાં પેંટાગન ન્યૂઝ કોન્ફરન્સમાં સીનિયર ડિફેન્સ ઈન્ટેલિજન્સ એનાલિસ્ટ ડેન ટેલરે જણાવ્યું કે, છેલ્લા દશકામાં ચીને અદનની ખાડીમાં દરિયાઈ લૂંટારાઓને ખતમ કરવા માટે સેના મોકલી છે. તે સિવાય તેઓ પૂર્વ અને દક્ષિણ ચીન સાગરમાં પણ સેનાની હાજરી વધારી રહ્યા છે. ચીન પીપુલ્સ લિબરેશન આર્મીનો ઉપયોગ તાકાત દર્શાવનાર સાધન તરીકે કરવામાં આવી રહ્યો છે.

અમેરિકન વિશ્લેષકના જણાવ્યા પ્રમાણે પીએલએના સાધનો અને ક્ષમતાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તેનો હેતુ ગ્લોબલ સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને યુદ્ધ લડવાની તાકાત વધારવાનો છે.

અમેરિકન વિશ્લેષકના જણાવ્યા પ્રમાણે પીએલએના સાધનો અને ક્ષમતાઓમાં વધારો કરવામાં આવી રહ્યો છે. તેનો હેતુ ગ્લોબલ સુરક્ષા કારણોને ધ્યાનમાં રાખીને યુદ્ધ લડવાની તાકાત વધારવાનો છે.

સ્ટીલથ બોમ્બર્સ બનાવી રહ્યું છે ચીન

રિપોર્ટ પ્રમાણે ચીન મધ્યમ અને લાંબા અંતર માટે સ્ટીલ્થ બોમ્બર્સ પણ બનાવી રહ્યા છે. તેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય દેશોને ટાર્ગેટ કરી શકાશે. 2025 સુધી આ પ્રમાણેના વિમાનો ઓપરેશનમાં આવી જશે.

ડેન ટેલરનું કહેવું છે કે, ચીનના નેતાઓનું 21મી સદીની શરૂઆતના દશકાઓમાં આંતરરાષ્ટ્રીય રણનીતી બનાવવા પર જોર રહેશે જેથી આગળ જઈને ચીન પોતાની જાતને તાકાતવર સાબીત કરી શકે. તે માટે ચીનનું સમગ્ર ફોકસ સેનાની તાકાત વધારવા પર રહેશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments