Tuesday, September 28, 2021
Homeઅમેરિકામાં બોમ્બ સાઈક્લોન ત્રાટકતા 8 કરોડ લોકો અસરગ્રસ્ત
Array

અમેરિકામાં બોમ્બ સાઈક્લોન ત્રાટકતા 8 કરોડ લોકો અસરગ્રસ્ત

અમેરિકામાં બોમ્બ સાઈક્લોન ત્રાટકતા હાહાકાર મચી ગયો હતો. આઠેક કરોડ લોકો અસરગ્રસ્ત બન્યા હતા અને ૧૩૦૦ ફ્લાઈટ્સ રદ્ કરવી પડી હતી. બરફવર્ષા અને વાવાઝોડાંના કારણે કોલોરાડોમાં ઈમરજન્સી જાહેર કરવી પડી હતી. અમેરિકાના કોલોરાડો સ્ટેટમાં ભારે બરફવર્ષા સાથે તીવ્ર પવનફૂંકાયો હતો.

આઠેક કરોડ લોકોને આ વાવાઝોડાની અસર થઈ હતી. કોલોરાડો ઉપરાંત નેબ્રાસ્કા, વ્યોમિંગ અને ડાકોટામાં પણ એલર્ટ જારી કરાયો હતો અને શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ જારી કરાયો હતો. કોલોરાડોના ગવર્નરે તાત્કાલિક અસરથી સ્ટેટમાં ઈમરજન્સીની જાહેરાત કરી હતી. ડેનવરના ઈન્ટરનેશનલ એરપોર્ટના રન-વેમાં અસર થઈ હોવાથી ૧૩૩૯ ફ્લાઈટ રદ્ કરવી પડી હતી. વીજળી ગૂલ થઈ જતાં ૧.૩૦ લાખ લોકોએ અંધારામાં રાત વીતાવવી પડી હતી.

ડેનવર અને આસપાસના વિસ્તારમાં ૧૧૦૦ જેટલા વાહનો સડક ઉપર જ ફસાઈ ગયા હતા. એ કારણે ચક્કાજામ સર્જાયો હતો. વળી, ૧૦૦ જેટલા વાહનો બરફવર્ષા અને તીવ્ર પવનના કારણે અંદરોઅંદર ટકરાયા હતા, તે કારણે ઘણાં વાહનચાલકોને નાની-મોટી ઈજા થઈ હતી. પશ્વિમી અમેરિકાના કોલોરાડોમાં ત્રાટકેલા આ વાવાઝોડાથી લોકોને બચાવવા માટે અસંખ્ય લોકોનું સ્થળાંતર કરાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments