Tuesday, December 7, 2021
Homeઅમેરિકામાં બ્લોકબ્લસ્ટર વાવાઝોડું ત્રાટક્યું, કેલિફોર્નિયામાં 5નાં મોત; 10 કરોડ લોકોને જોખમ
Array

અમેરિકામાં બ્લોકબ્લસ્ટર વાવાઝોડું ત્રાટક્યું, કેલિફોર્નિયામાં 5નાં મોત; 10 કરોડ લોકોને જોખમ

ઇન્ટરનેશનલ ડેસ્કઃ અમેરિકામાં ત્રાટકેલાં બ્લોકબ્લસ્ટર વાવાઝોડાંના કારણે આજે શનિવારે 800થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. શુક્રવારથી આ વાવાઝોડાંની અસર શરૂ થતાં આખા અમેરિકામાં 2,600 ફ્લાઇટ્સ કેન્સલ થઇ હતી. અમેરિકામાં માર્ટિન લ્યૂથર કિંગ જૂનિયર ડે સેલિબ્રેશન માટે જતા લોકોને ટ્રાવેલને લગતી મુશ્કેલીઓ ઉભી થઇ હતી. અમેરિકાની એડવાઇઝર અનુસાર, એક સાથે બે વાવાઝોડાંથી અમેરિકાના 10 કરોડ લોકોને જોખમ છે. કેલિફોર્નિયામાં ભારે વરસાદ અને બરફના ભીષણ તોફાન બાદ ભૂસ્ખલન થયું હતું. સિએરા નેવાદા પર્વતીય વિસ્તારોમાં અનેક સ્થળે 5 સુધી હિમવર્ષા થઈ હતી. જમીન ધસવાની ઘટનાઓમાં 5 લોકો મૃત્યુ પામ્યા હતા. અગાઉ 5 દિવસ પહેલા ભીષણ હિમવર્ષાને લીધે 9 લોકો મૃત્યુ પામ્યા હતા.

રવિવારે બીજું વાવાઝોડું ત્રાટકવાની ચેતવણી

પહેલાં બે વિન્ટર વાવાઝોડાં રાતોરાત મિડવેસ્ટ સુધી પહોંચી ગયા હતા. જો કે, આ બંને વાવાઝોડાંની અસર બ્લોકબ્લસ્ટર વાવાઝોડું ત્રાટક્યા બાદ તીવ્ર બની હતી. શુક્રવારે રાત્રે મિડવેસ્ટથી નોર્થ ઇસ્ટમાં ત્રાટકેલામાં વાવાઝોડાંના કારણે પેન્સિલવેનિયામાં અમુક ઇંચ બરફવર્ષા થઇ હતી. ઇસ્ટકોસ્ટ વિસ્તારોમાં શુક્રવાર સવાર સુધી મુખ્ય મેટ્રો એરિયામાં હળવો વરસાદ થયો હતો.

બ્લોકબ્લસ્ટર વાવાઝોડાં શનિવાર અને રવિવાર સુધી અમેરિકામાં યથાવત રહેશે. હવામાન વિભાગે લોકોને ઘરની બહાર નહીં નિકળવાની સલાહ આપી છે.

પહેલાં વાવાઝોડાં કરતાં બીજું વધુ શક્તિશાળી

અમેરિકાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડાંના કારણે વર્જિનિયાથી સાઉથ કોસ્ટના ન્યૂ ઇંગ્લેન્ડ સુધી બરફવર્ષા થઇ હતી. વાવાઝોડાંના કારણે વૃક્ષો પડી ગયા હતા અને વીજ પુરવઠો ખોરવાયો હતો.

નોર્થ ઇસ્ટમાં આવતીકાલે રવિવાર ત્રાટકનાર વાવાઝોડું વધુ શક્તિશાળી હોવાનો અંદાજ છે. હવામાન વિભાગ અનુસાર, શનિવારે મોડી સાંજથી અહીં અતિ ભારે હિમવર્ષા થવાની શક્યતાઓ છે.

કેલિફોર્નિયામાં 5નાં મોત

ગુરૂવારે કેલિફોર્નિયામાં ત્રાટકેલાં વાવાઝોડાંના કારણે અહીં ભારે વરસાદ થયો હતો. ભૂસ્ખલનના કારણે 5 લોકોનાં મોત થયા હતા. ગુરૂવારથી શનિવાર સુધી અહીં 37 ઇંચ હિમવર્ષા થઇ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments