અમેરિકામાં ભારતીયોએ એટલી જોરથી વંદે માતરમ બોલ્યું કે ખાલિસ્તાનીઓના વિરોધનું પપલુ થઈ ગયું

0
49

અમેરિકાના વોશિંગટન ડીસીમાં ભારતીય નાગરિકોએ ગણતંત્ર પર્વની ઉજવણી કરી. પરંતુ કેટલાક ખાલિસ્તાકની સમર્થતોએ તેનો વિરોધ કર્યો. ગણતંત્ર પર્વની ઉજવણી દરમ્યાન કેટલાક ખાલિસ્તાનીઓએ ભારત વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ વંદે માતરમના નારા સામે ખાલિસ્તાનના નારાનો અવાજ દબાઈ ગયો હતો.

આ પહેલા ભારત વિરોધી સંગઠને 26મી જાન્યુઆરીના રોજ ભારતીય દૂતાવાસ બહાર તિરંગો સળગાવવાની ધમકી પણ આપી હતી. ખાલિસ્તાન સંગઠનનું કહેવુ છે કે, ભારતના બંધારણની કલમ 25-બીમાં સિખોને હિંદુ ગણવામાં આવ્યા છે. જેનો વિરોધ કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ છે, તિરંગાને સળગાવવો ગુનો ગણવામાં આવે છે. પરંતુ અમેરિકામાં કાયદાકીય રીતે તિરંગો સળગાવવો એ ગુનો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here