અમેરિકામાં વસતા ભારતીયો માટે ખુશખબર, H1-B વિઝામાં ટૂંક સમયમાં થશે બદલાવ

0
51

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે કહ્યું કે, તેઓની સરકાર H1-B વિઝા સાથે જોડાયેલા નિયમોમાં ફેરફાર કરશે. જેથી સ્કિલ્ડ પ્રોફેશનલ્સને અમેરિકામાં કરિયર બનાવવા અને અહીંની સિટિઝનશિપ મેળવવામાં મદદ મળી શકે.

સિટિઝનશિપ માટે સંભવિત રસ્તો મળશેઃ ટ્રમ્પ

ટ્રમ્પે ટ્વીટ કરી કહ્યું, તેઓની સરકાર H1-B વિઝા પોલીસીમાં ફેરફારની તૈયારી કરી રહી છે, જેથી પ્રભાવશાળી લોકોને અમેરિકામાં કરિયર બનાવવાનો અવસર મળી શકે.

H1-B વિઝા ધારકો માટે ટૂંક સમયમાં જ નવા બદલાવ કરવામાં આવશે, જેથી તેઓ સાદગી અને નિશ્ચિતતાથી અહીં રહી શકે અને અહીંની સિટિઝનશિપ મેળવવાનો સંભવિત રસ્તો મળશે. અમે સ્કિલ્ડ પ્રોફેશનલ્સને અમેરિકામાં કરિયર બનાવવા માટે પ્રોત્સાહિત કરવા ઇચ્છીએ છીએ.

ભારતીયો માટે ખુશખબર

અમેરિકાના પ્રેસિડન્ટની આ ટ્વીટ આઇટી સેક્ટરમાં કામ કરતા ભારતીય પ્રોફેશનલ્સ માટે સારાં સમાચાર સાબિત થશે. એવા અનેક પ્રોફેશનલ્સ છે જેઓ ગ્રીન કાર્ડ મેળવવા માટે અને પીઆર માટેની રાહ જોઇ રહ્યા છે.

ટ્રમ્પે પોતાના બે વર્ષના શરૂઆતના કાર્યકાળમાં નવા H1-B વિઝા બનાવવા માટે તેની અવધિને વધારવા સાથે જોડાયેલા નિયમોને કડક બનાવ્યા હતા.

ભારતીય પ્રોફેશનલ્સ H1-B વિઝાની ઇચ્છા રાખતા હોય છે. આ નોન-ઇમિગ્રેશન વિઝા છે, જેમાં અમેરિકાની કંપનીઓ સ્કિલ્ડ પ્રોફેશનલ્સને જોબ પર રાખી શકે છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here