Saturday, August 13, 2022
Homeઅમેરિકામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભગવાનનું મુખ શાહીથી કાળું કર્યું
Array

અમેરિકામાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ, ભગવાનનું મુખ શાહીથી કાળું કર્યું

- Advertisement -

એનઆરજી ડેસ્કઃ અમેરિકાના કેન્ટકી વિસ્તારમાં આવેલા લુઈસવિલે ટાઉનમાં સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરાઈ છે. ધાર્મિક નફરત ફેલાવાની ભાવનાથી થયેલી આ તોડફોડમાં ભગવાન સ્વામિનારાયણના ચહેરા પર કાળો સ્પ્રે છાંટી મુખ કાળુ કરી દેવાયું છે. પ્રાપ્ત વિગતો મુજબ, અસામાજિક તત્વો દ્વારા મંદિરમાં તોડફોડ કરવાની સાથે દિવાલ પર સ્પ્રેથી લખ્યું,’ જીસસ જ ભગવાન છે’ અજાણ્યા શખ્સોએ છરી વડે ખુરશીમાં તોડફોડ કરી હતી.

આ ઘટનાને પગલે લુઈસવિલેના મેયરે લોકોને શાંતિ જાળવવા અપીલ કરી દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે આપણે સમાજ તરીકે હજુ જવાબદાર નથી. માત્ર એટલું જ નહીં, હુમલાખોરોએ છરીને મંદિરના પરિસરમાં મૂકેલી એક ખુરશીમાં ઘુસાડીને ડરનો માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ કાળા સ્પ્રે દ્વારા મંદિરના એક દરવાજા પર ખ્રિસ્તી ધર્મના પ્રતિક ક્રોસનું નિશાન બનાવી સમગ્ર મામલો હિંદુ વિરુદ્ધ ખ્રિસ્તી કરવાનો પ્રયાસ કરાયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular