Tuesday, December 7, 2021
Homeઅમેરિકામાં હાર્પર વાવાઝોડું, 6નાં મોત; 10 કરોડ લોકોને જોખમ, 100થી વધુ અકસ્માત
Array

અમેરિકામાં હાર્પર વાવાઝોડું, 6નાં મોત; 10 કરોડ લોકોને જોખમ, 100થી વધુ અકસ્માત

ઇન્ટરનેશનલ ડેસ્કઃ આર્કટિકમાં હાઇ પ્રેશર સિસ્ટમમાં દબાણ વધતા અમેરિકામાં ગત શુક્રવારથી એકસાથે બે વાવાઝોડાં ત્રાટક્યા છે. શનિવારે ત્રાટકેલાં બ્લોકબ્લસ્ટર વાવાઝોડાંની અસર હજુ હળવી થાય તે પહેલાં અહીં રવિવારે હાર્પર વાવાઝોડું ત્રાટક્યુ હતું. બે વાવાઝોડાં ત્રાટકવાના કારણે અત્યાર સુધી 6 લોકોનાં મોત થયા છે. અમેરિકાના મિડવેસ્ટ સ્ટેટમાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધવામાં આવ્યું છે. હાર્પર વાવાઝોડું હવે ન્યૂ ઇંગ્લેન્ડ તરફ આગળ વધી રહ્યું છે. રવિવારે -35F ઠંડા પવન અને હિમવર્ષાના કારણે અહીં 5,000થી વધુ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે. નેશનલ વેધર સર્વિસે 15 અલગ અલગ રાજ્યોમાં વિન્ટર સ્ટોર્મ વોર્નિંગ જાહેર કરી છે. સાઉથ ઇસ્ટ મિઝોરીથી મેન સુધીના વિસ્તારો વાવાઝોડાંની અસર હેઠળ છે જેના કારણે 10 કરોડથી વધુ લોકોને જોખમ છે.

હાર્પર વાવાઝોડું રવિવારે નોર્થ ઇસ્ટમાં ત્રાટક્યુ હતું. વાવાઝોડાંના કારણે હજારો ફ્લાઇટ્સ રદ થઇ છે, 100થી વધુ ક્રેશ થઇ છે અને 6 લોકોનાં મોત થયા છે.
પાવર આઉટેજ અનુસાર, કનેક્ટિકટમાં 28,000 જ્યારે વર્જિનિયામાં 12,800 મકાનો અને બિઝનેસહાઉસમાં વિજ પુરવઠો ખોરવાયો છે.
વરસાદ અને હિમ વર્ષના કારણે કેટલાંક દરિયાકાંઠાના રાજ્યોમાં પૂરની સ્થિતિ પણ સર્જાઇ છે. રવિવારે કનેક્ટિકટમાં વૃક્ષ પડવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. શનિવારે કેન્સાસ ડિપાર્ટમેન્ટના વર્કરનું રોલઓવર સાથે અકસ્માત સર્જાતા મોત થયું છે. મિઝોરી સ્ટેટ હાઇવે પેટ્રોલમાં અકસ્માતમાં બે લોકોનાં મોત થયા હતા જ્યારે કેલિફોર્નિયામાં અન્ય બે લોકોનાં મોત થયા છે.


મોટાંભાગની ફ્લાઇટ્સમાં ટેકઓફ દરમિયાન મુશ્કેલીઓ

યુનાઇટેડ એરલાઇન્સની એક ફ્લાઇટ શનિવારે સવારે ઓ’હરારે ઇન્ટરનેશનલ એરપોર્ટના રન-વે પર બરફના કારણે લપસી ગઇ હતી. આ ફ્લાઇટમાં 656 પેસેન્જર્સ હતા. અકસ્માત છતાં તમામ પેસેન્જર્સ સુરક્ષિત હતા. શુક્રવારે વધુ એક ફ્લાઇટ્સને આ જ પ્રકારે અકસ્માત નડ્યો હતો.
અકસ્માતના પગલે હરારે એરપોર્ટ અમુક કલાકો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. રવિવાર બપોર સુધી અહીં 2,000 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી હતી જ્યારે 1,000 વધુ ફ્લાઇટ મોડી પડી હતી.

રવિવારે 72થી વધુ અકસ્માતો

શનિવારે સાંજે 6 વાગ્યાથી રવિવારે સવારે 7.30 સુધી કનેક્ટિકટ સ્ટેટમાં અંદાજિત 72 જેટલાં અકસ્માતના બનાવો બન્યા હતા. અંદાજિત 133 વાહનચાલકોને નાની-મોટી ઇજાઓ થઇ હતી. રવિવારે અંદાજિત 30,000 મકાનો અને બિઝનેસહાઉસમાં વીજ પુરવઠો ઠપ થયો હતો.
રવિવારે ડક્સબરી, મેસેચ્યુસેટ્સ સ્ટેટમાં પૂર આવ્યું હતું. બોસ્ટનના 93 ઇન્ટરસ્ટેટમાં ભરતીના કારણે પૂર આવ્યું હતું.
ઓહાયોમાં લેવલ-3 ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. ઇરિ, હ્યુરોન, સેન્ડસ્કી, ઓટાવા અને ક્રાઉફોર્ડ કન્ટ્રીમાં તમામ મુખ્ય રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા. ઓહાયોમાં 13,000 મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજપુરવઠો ખોરવાયો છે.

ટ્રમ્પની ગ્લોબલ વોર્મિંગ ટ્વીટ

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સવારે વાવાઝોડાં અને હિમવર્ષાનો ઉલ્લેખ કરી અમેરિકાના નાગરિકોને સુરક્ષિત રહેવાની અપીલ કરતી ટ્વીટ કરી હતી. ત્યારબાદ ટ્રમ્પે ગ્લોબલ વોર્મિંગ થિયરિસ્ટ્સને પણ સવાલો કર્યા હતા.
ટ્રમ્પે ટ્વીટમાં લખ્યું, આ સિસ્ટમ આશ્ચર્યનજક રીતે કેટલી મોટી છે. અમુક ઓલ્ડ ફેશનલ ગ્લોબલ વોર્મિંગ તરફ ધ્યાન ના આપવું જોઇએ!

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments