Tuesday, December 7, 2021
Homeઅમેરિકા : અમારી પાસે ભારત-પાકિસ્તાનને લઇ ખાસ માહિતી, બંને દેશો વચ્ચે તણાવ...
Array

અમેરિકા : અમારી પાસે ભારત-પાકિસ્તાનને લઇ ખાસ માહિતી, બંને દેશો વચ્ચે તણાવ ખતમ થશેઃ ટ્રમ્પ

હનોઇ (વિયેતનામ): અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આજે નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે બીજી સમિટ માટે વિયેતનામમાં છે. આ સમિટ તેઓ અધવચ્ચે જ અટકાવી અમેરિકા રવાના થઇ રહ્યા છે. ટ્રમ્પ અને કિમના જોઇન્ટ સ્ટેટમેન્ટ માટે મળેલી પ્રેસ કોન્ફરન્સમાં ટ્રમ્પે કહ્યું કે, અમારી પાસે ભારત-પાકિસ્તાનને લઇને વ્યાજબી અને ખાસ સમાચાર છે. પરંતુ તેની વિગતો હું અત્યારે નહીં આપી શકું. આ સમાચાર બાદ ટૂંક સમયમાં જ બંને દેશો વચ્ચે તણાવ હળવો થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે, પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ થયેલા આતંકી હુમલામાં ભારતના 44 જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ ભારતે 26 તારીખે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક કરી હતી. બુધવારે પાકિસ્તાને એર સિઝફાયરનું ઉલ્લંઘન કરી બે ફાઇટર જેટ્સ દ્વારા ભારત LoCમાં ઘૂસણખોરી કરી હતી. હાલ આખા વિશ્વમાં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ શરૂ થવાના અહેવાલો આવી રહ્યા છે. આ ઘટનાક્રમમાં પ્રેસિડન્ટ ટ્રમ્પનું આ નિવેદન શું અસર કરશે તે જોવું રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments