અમેરિકા / ચૂંટણી પ્રચાર શરૂ કર્યાના 24 કલાકમાં જ ટ્રમ્પે ભેગા કર્યા 172 કરોડ રૂપિયા, ડેમોક્રેટ્સને પણ પાછળ છોડ્યા

0
19

 • CN24NEWS-20/06/2019
 • મ્પ પ્રશાસને ભેગી કરવામાં આવેલી રકમનો સોર્સ હજી જાહેર કર્યો નથી
 • ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે ફ્લોરિડાથી શરૂ કર્યું ચૂંટણી પ્રચાર અભિયાન
 • વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમનું ચૂંટણી પ્રચાર અભિયાન શરૂ કર્યાના 24 કલાકની અંદર જ 24.8 મિલિયન ડોલર (અંદાજે રૂ. 172 કરોડ) ભેગા કરી લીધા છે. આ દરમિયાન વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના ત્રણ ઉમેદવાર 41થી 43 કરોડ રૂપિયા જ ભેગા કરી શક્યા છે. ડેમોક્રેટિક પાર્ટીને મળેલા ફંડની વાત કરીએ તો આટલી રકમ તેઓ મહિનાઓ પછીના ચૂંટણી અભિયાન પછી પણ નથી મેળવી શક્યા. જોકે હજી ટ્રમ્પે આટલું ફંડ કેવી રીતે મેળવ્યું છે તે સોર્સનો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

  ફંડ મેળવવામાં રિપબ્લિકન પાર્ટી ડેમોક્રેટિક પાર્ટી કરતાં ઘણાં આગળ

  1.ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીમાંથી છે. માર્ચ સુધીમાં જ તેમણે અલગ અલગ પ્રચાર કમિટી દ્વારા રૂ. 388 કરોડ ભેગા કરી લીધા હતા. આ દરમિયાન રિપબ્લિકન નેશન કમિટીએ રૂ. 241 કરોડ ભેગા કર્યા હતા. ડેમોક્રેટિક પાર્ટીનું કુલ ફંડ અંદાજે રૂ. 52 કરોડ છે. તેના પર રૂ. 43 કરોડનું ધિરાણ પણ છે.

  2.ડેમોક્રેટ ઉમેદવારોની વાત કરીએ તો પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેને ઉમેદવારી જાહેર કરતા પહેલાં 24 કલાકમાં અંદાજે રૂ. 43 કરોડ, બેટો ઓ રૌરકે રૂ. 42 કરોડ અને બર્ની સેંડર્સે અંદાજે રૂ. 41 કરોડનું ફંડ ભેગુ કર્યું હતું.

  ટ્રમ્પ માટે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ

  3.રિપબ્લિકન પાર્ટીના ચેરપર્સન રોના મેકડેનિયલે ટ્વિટ કરીને ફંડ વિશેની માહિતી આપી છે. તેમનું કહેવું છે કે, આટલી મોટી રકમ ભેગી થઈ તેનાથી સ્પષ્ટ છે કે, ટ્રમ્પને લઈને લોકોમાં જબરજસ્ત ઉત્સાહ છે. તેમનો દાવો છે કે, પહેલાં આવુ કદી નથી થયું.

  4.તેમનું કહેવું છે કે, આટલી મોટી રકમ ફંડમાં મળી હોવાથી સ્પષ્ટ છે કે, લોકો ટ્રમ્પને ફરી રાષ્ટ્રપતિ તરીકે જોવા માંગે છે. જ્યારે બીજી બાજુ ડેમોક્રેડિટ પાર્ટી એ નક્કી નથી કરતી શકતી કે તેમના 20 કરતા વધુ ઉમેદવારોમાંથી કોને મેદાનમાં ઉતારે.

  5.રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારથી ફ્લોરિડાના 2020માં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર શરૂ કર્યો હતો. તેમાં ટ્રમ્પે ફરી એક વાર અમેરિકાને મહાન બનાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું કે, ડેમોક્રેટ્સ નેતા દેશની અર્થવ્યવસ્થાને ખતમ કરવા માંગે છે.

  6.આ દરમિયાન ટ્રમ્પની સાથે મેલેનિયા અને પૂરો પરિવાર હાજર રહ્યો હતો. ગઈ વખતે ફ્લોરિડામાં રિપબ્લિકંસને ભારે જીત મળી હતી. ટ્રમ્પે કહ્યું હતું કે, અમે અમેરિકાને ફરી મહાન બનાવવા જઈ રહ્યા છીએ. અમે અમેરિકાને પહેલાં કરતાં પણ વધારે સારુ બનાવીશું.

  સર્વેમાં ટ્રમ્પ ડેમોક્રેટ્સ કરતા પાછળ

  7.ગયા સપ્તાહે એક સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે, ટ્રમ્પની સરખામણીએ પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ જો બિડેનને 53 ટકા અને સેન્ડર્સને 51 વોટ મળવાની શક્યતા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here