અમેરિકા : ટ્રમ્પે ગ્રીન કાર્ડના સ્થાને બિલ્ડ અમેરિકા વિઝા પ્રસ્તાવ રજૂ કર્યો, ભારતીય પ્રોફેશનલ્સને લાભ મળશે

0
25

વોશિંગ્ટનઃ અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સંસદમાં ગ્રીન કાર્ડના સ્થાને નવી ઇમિગ્રેશન યોજના ‘બિલ્ડ અમેરિકા’ વિઝાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ નવી ઇમિગ્રેશન યોજના યોગ્યતા અને મેરિટ આધારે હશે. તેમાં ગ્રીન કાર્ડ અથવા સ્થાયી પીઆરની અનુમતિની રાહ જોઇ રહેલા ભારતીયો સહિત અન્ય વિદેશી પ્રોફેશનલ્સ અને સ્કિલ્ડ પ્રોફેશનલ્સને લાભ થશે. હાલ, ડેમોક્રેટિક અને રિપબ્લિકનમાં વિવાદના કારણે સંસદમાં આ પ્રસ્તાવને મંજૂરી મળવી મુશ્કેલ લાગી રહ્યું છે.

અમેરિકા દર વર્ષે અંદાજિત 11 લાખ વિદેશીઓને ગ્રીન કાર્ડ આપે છે. જે હેઠળ આ ઇમિગ્રન્ટ્સને અમેરિકામાં સ્થાયી કામ કરવા અને રહેવાની અનુમતિ મળે છે. હાલમાં 66 ટકા ગ્રીન કાર્ડ પરિવાર સાથે સંબંધના આધારે આપવામાં આવે છે. માત્ર 12 ટકા લોકોને જ યોગ્યતાના આધારે આ કાર્ડ આપવાની અનુમતિ હતી. આ પ્રસ્તાવમાં વિઝા ક્વોટા 12 ટકાથઈ વધારીને 57 ટકા કરવાની વાત કહી હતી.

અમેરિકા ઇમિગ્રન્ટ્સનો સ્વાગત કરનાર દેશ
ટ્રમ્પે ગુરૂવારે કહ્યું કે, તેઓ આ નવા પ્રસ્તાવ હેઠળ મોટો બદલાવ ઇચ્છે છે. આનાથી યોગ્યતાને પણ મહત્વ આપવામાં આવશે. વ્હાઇટ હાઉસના રોઝ ગાર્ડનમાં ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા હંમેશાથી વિદેશીઓનું સ્વાગત કરનાર દેશ રહ્યો છે અને ભવિષ્યમાં પણ આવું કરતો રહેશે.

સિવિક્સની એક્ઝામ પાસ કરવી જરૂરી
બિલ્ડ અમેરિકા વિઝા હેઠળ ગ્રીન કાર્ડ માટે વિદેશીઓને ઇંગ્લિશ ભાષા શીખવી પડશે. સાથે જ સિવિક્સની એક્ઝામ પણ પાસ કરવાની રહેશે. આ પ્રસ્તાવ હજુ સંસદમાં છે અને કોંગ્રેસની મંજૂરી મળવાનું મુશ્કેલ લાગી રહ્યું છે. સંસદમાં ડેમોક્રેટિક પાર્ટીની બહુમતિ છે, જ્યારે સેનેટમાં રિપબ્લિકનનું નિયંત્રણ છે. બંને પાર્ટીઓના નેતા આ પ્રસ્તાવને લઇને અલગ-અલગ વિચારણા કરી રહ્યા છે.

ટ્રમ્પે કહ્યું, યોગ્યતાને મોકો મળવો જોઇએ
આ નવી યોજના ટ્રમ્પના જમાઇ જેરેડ કુશનરની છે. આ યોજના મુખ્ય રીતે બોર્ડર સિક્યોરિટીને મજબૂત કરવાની છે. ટ્રમ્પે કહ્યું કે, અમે એવા લોકોને મોકો આપવા ઇચ્છીએ છીએ, જે નાગરિક તરીકે પોતાની જવાબદારી સમજતા હોય. આ નવી નીતિનો ઉદ્દેશ્ય યોગ્યતા, હાઇ ડિગ્રી ધારક અને પ્રોફેશનલ ક્વોલિફિકેશન ધરાવનાર માટે પીઆર જેવા નિયમો સરળ બનાવવાના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here