Monday, October 18, 2021
Homeઅમેરિકા : પહેલી વખત રિપબ્લિકન સાંસદે કહ્યું કે- ટ્રમ્પ જે રીતે કામ...
Array

અમેરિકા : પહેલી વખત રિપબ્લિકન સાંસદે કહ્યું કે- ટ્રમ્પ જે રીતે કામ કરી રહ્યાં છે તેના પરથી તેના વિરૂદ્ધ મહાભિયોગ ચલાવવું જોઈએ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ વિરૂદ્ધ હવે તેમની પાર્ટી (રિપબ્લિકન)માં પણ વિરોધના સ્વર ઊઠી રહ્યાં છે. પહેલી વખત રિપબ્લિકન સાંસદ જસ્ટિન અમાશે કહ્યું કે ટ્રમ્પ જે કામ કરી રહ્યાં છે તે જોતાં તો તેમના વિરૂદ્ધ મહાભિયોગ (ઈમ્પિચમેન્ટ)ની કાર્યવાહી કરવી જોઈએ.

મિશિગનથી સાંસદ અમાશે અટોર્ની જનરલ વિલિયમ બારને પણ મ્યૂલર મુદ્દે જાણી જોઈને લોકોને ગેરમાર્ગે દોરવાના આરોપી ગણાવ્યાં. વિશેષ વકીલ રોબર્ટ મ્યૂલરે અમેરિકાની ચૂંટણીમાં રશિયાની દરમિયાનગીરીને લઈને રિપોર્ટ રજૂ કર્યો હતો.

‘કોંગ્રેસના સભ્યોએ રિપોર્ટ વાંચ્યો’: અમાશ અલ્ટ્રા-કન્ઝરવેટિવ ફ્રીડમ કોકસના સભ્ય છે. તેઓએ અનેક ટ્વીટ કર્યા છે. તે મુજબ- કેટલાંક કોંગ્રેસ (અમેરિકાના સાંસદ) સભ્યોએ પણ મ્યૂલર રિપોર્ટ વાંચ્યો છે. રિપોર્ટમાં એવાં અનેક ઉદાહરણ છે, જે સાબિત કરે છે કે કાયદાનું યોગ્ય રીતે પાલન નથી કરવામાં આવ્યું. તેમાં કોઈ શંકા નથી કે આવી કોઈ પણ વ્યક્તિ જે અમેરિકાના રાષ્ટ્રપતિ નથી તેને આવા પુરાવાઓને લઈ દોષી ન ગણાવી શકાય. રાષ્ટ્રપતિ ટ્રમ્પ કેટલાંક ખાસ કામોમાં છે, સાથે જ તેમનું વર્તન જણાવે છે કે તેમના વિરૂદ્ધ મહાભિયોગ ચલાવી શકાય છે.

ડેમોક્રેટ સાંસદે અમાશને સાથે આવવાની અપીલ કરીઃ મિશિગનથી ડેમોક્રેટ સાસંદ રશીદા તલૈબએ અમાશને પોતાના ઈમ્પિચમેન્ટ રિઝોલ્યૂશનમાં ભાગીદાર બનવાની અપીલ કરી. રશીદાએ ટ્વીટ કર્યુ કે, “હું મહાભિયોગ માટે ઈન્વેસ્ટિગેશન રિઝોલન્યૂશન લાવી છું. હું ઈચ્છું છું કે તમે આ વાતના સહ સમર્થક બનો.” ટ્રમ્પે કહ્યું હતું કે મ્યૂલરના રિપોર્ટનો આધાર બનાવીને તેમને પરેશાન કરવામાં આવ્યા.

‘રાષ્ટ્રપતિએ અનેક વખત ન્યાયમાં અડચણ ઊભી કરી છે’: કેટલાંક ડેમોક્રેટ્સનો તર્ક છે કે આ દસ્તાવેજથી ખ્યાલ આવે છે કે રાષ્ટ્રપતિએ અનેક વખત ન્યાય પ્રક્રિયામાં અડચણ ઊભી કરી છે. 2020 માટે પ્રેસિડેન્શિયલ કેન્ડિડેટ ગણાતી સેનેટર એલિઝાબેથ વોરેને પણ ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવાની માગ કરી છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવના સ્પીકર નેન્સી પેલોસી સહિત અનેક વરિષ્ઠ ડેમોક્રેટ્સે આગાહી કરી છે કે મહાભિયોગ જેવી કાર્યવાહી 32 કરોડ લોકોના દેશને વિભાજિત કરી શકે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments