Tuesday, December 7, 2021
Homeઅમેરિકા પાસેથી 73 હજાર સોવર રાઈફલ ખરીદીને મંજૂરી, 2020 સુધી જવાનોને મળશે
Array

અમેરિકા પાસેથી 73 હજાર સોવર રાઈફલ ખરીદીને મંજૂરી, 2020 સુધી જવાનોને મળશે

નવી દિલ્હીઃ ચીન અને પાકિસ્તાન સીમા પર તહેનાત સેનાનાં જવાનોને અમેરિકામાં બનેલી આધુનિક રાઈફલ આપવામાં આવશે. શનિવારે રક્ષા મંત્રાલયે અમેરિકા પાસેથી 73 હજાર સિગ સોવર રાઈફલ ખરીદવામાં પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. આ પ્રસ્તાવ લાંબા સમયથી અટક્યો હતો. સૂત્રો પ્રમાણે, આગામી સાત વર્ષો સુધી આ રાઈફલ જવાનોનાં હાથમાં રહેશે, આ તમામ રાઈફલો ઈંસાસ રાઈપલનું સ્થાન લેશે.

અમેરિકા સહિત ઘણા દેશોની સેનાઓ પાસે પણ સિગ સોવર
  • સૂત્રો પ્રમાણે, રક્ષા મંત્રી નિર્મલા સીતારામણે સિગ સોવર રાઈફલની ખરીદીને લીલીઝંડી આપી છે. આવી જ રાઈફલનો ઉપયોગ અમેરિકા અને ઘણા યુરોપિયન દેશોની સેના કરી રહી છે.
  • રાઈફલ ખરીદવાની ડીલ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યુ કે, એક સપ્તાહની અંદર આ ડીલ પુરી કરી દેવામા આવશે. એક વર્ષની અંદર અમેરિકી ફર્મ ભારતને આ રાઈફલ ઉપલ્બ્ધ કરાવી દેશે
  • ઓક્ટોબર,2017માં સેનાએ 7 લાખ રાઈફલ, 44,000 લાઈટ મશીન ગન (LMG)અને 44,660 કાર્બાઈન ખરીદવાની પ્રક્રિયા શરૂ કરી હતી
સ્વદેશી રાઈફલ ફાયરિંગ ટેસ્ટમાં ફેઈલ થઈ હતી

આશરે 18 મહિના પહેલા સેનાનાં સ્વદેશી અસોલ્ટ રાઈફલને નામંજૂર કરી દેવાઈ હતી. આ રાઈફલ ફાયરિંગ ટેસ્ટ પાસ કરી શકી ન હતી. ત્યારબાદ સેનાએ વિદેશી કંપનીઓ પાસેથી રાઈફલ ખરીદવાની માંગ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments