અમેરિકા : ભારત જતા સામાનો પર ટેક્સ ખૂબ જ વધુ: ટ્રમ્પ, પ્રેસિડન્ટનો સવાલ- શું ભારત અમને મૂર્ખ સમજે છે?

0
27

વોશિંગ્ટનઃ અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારતમાં ટેરિફ દરો વધારે છે. અમેરિકાથી જતી એક બાઇક પર ભારત 100 ટકા ટેરિફ વસૂલે છે, જ્યારે ત્યાંથી આવતા સામાન પર અમેરિકા કોઇ ટેક્સ નથી લેતું. તેઓએ કહ્યું કે, અમે પણ ભારતથી આવતા સામાનો પર આ અંગે ટેરિફ લગાવશે.

મેરિલેન્ડમાં કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કોન્ફરન્સ (CPAC)માં અમેરિકન પ્રેસિડન્ટે સવાલ કર્યો, શું ભારત અમને મૂર્ખ સમજે છે? ટ્રમ્પે કહ્યું કે, તેઓ જણાવવા ઇચ્છે છે કે, તમામ વિશ્વ અમેરિકાનું સન્માન કરે છે. અમે એક દેશને પોતાના સામાન પર 100 ટેરિફ આપીએ અને તે પોતાના સામાન પર 100 ટેરિફ આપે અને તેમના આ પ્રકારના સામાન પર અમને કંઇ જ ના મળે, આ પ્રથા હવે નહીં ચાલે.
ભારતની વેપાર અને રોકાણ નીતિઓ વિરૂદ્ધ એક મોટું પગલું ઉઠાવતા અમેરિકાએ પોતાની ઝીરો ટેરિફ નીતિને ખતમ કરવા માટે 6 ફેબ્રુઆરીના રોજ મંથન શરૂ કર્યુ હતું. આ નીતિ હેઠળ ભારતથી નિકાસ થતા સામાન પર ટેરિફ નથી લેવામાં આવતું.
જનરલાઇઝ્ડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ (જીએસપી) હેઠળ ભારતને ટેરિફમાં રાહત મળી છે. લગભગ 5.6 અબજ ડોલર (40 હજાર કરોડ) રૂપિયાનો સામાન અમેરિકામાં નિકાસ કરવા પર ટેરિફમાં રાહત આપવામાં આવે છે. 1970માં બનાવવામાં આવેલી યોજના હેઠળ લાભ મેળવનાર ભારત વિશ્વનો સૌથી મોટો દેશ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત કહી રહ્યા છે કે, વિદેશી કંપનીઓ મેક ઇન ઇન્ડિયામાં રોકાણ કરવા માટે આગળ આવ્યા. આનાથી ભારતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવામાં મદદ મળશે. ઉપરાંત યુવાઓ માટે રોજગારના અવસર પણ ઉભા થશે.
ટ્રમ્પ મોદીની નીતિથી તદ્દન વિરૂદ્ધ પોતાની કંપનીઓને વારંવાર અમેરિકા પરત બોલાવવાનું આહ્વાન કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે, મેક અમેરિકા ગ્રેટ અગેઇન અભિયાનનો હિસ્સો બનો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here