અમેરિકા : વર્ક પ્લેસ પર જેન્ડર અસમાનતાના મામલામાં નાઈકી કોર્ટમાં લડાઈ હારી

0
52

બીવર્ટન(યુએસ):  સ્પોર્ટસ એપરલ બનાવનારી અમેરિકાની કંપની નાઈક વર્ક પ્લેસ પર જેન્ડર ઈનઈક્વિલિટીના મામલામાં ઘેરાઈ રહી છે. ગત વર્ષે ઓગસ્ટમાં કોર્પોરેટ હેર્ડકવાર્ટરમાં કામ કરનારી ચાર મહિલાએ કંપની પર કેસ કરી ભેદભાવનો આરોપ લગાવ્યો હતો.

એક્શન લો સૂટ છે કે નહિ તે નાઈકી નક્કી કરી શકતી નથીઃ કોર્ટ

તે સમયે આ મહિલાઓ નાઈકી પર ક્લાસ એક્શન લો સૂટ નોંધાવવા માંગતી હતી. એટલે કે તે કંપનીમાં કામ કરનારી તમામ મહિલાઓ તરફથી નાઈકી પર કેસ કરવા માંગતી હતી.
નાઈકી આ ચાર મહિલાઓએ કરેલા કેસમાં લડવા તૈયાર હતી. પરંતુ તે એવું ઈચ્છતી ન હતી કે મામલો ક્લાસ એક્શન લો સૂટ બને. આ પ્રકારનો કેસ જો કંપની હારી જાય તો મોટા ભાગે કંપનીની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે છે.
ફેડરલ જજે આ મામલામાં જે વલણ અપનાવ્યું છે, તેનાથી નાઈકીનો કોશિશ પર પાણી ફરી શકે છે. જજે કહ્યું કે કંપની એ નક્કી કરી શકતી નથી કે મામલો ક્લાસ એકશન લો સૂટ થશે કે નહિ.
જજે કહ્યુ કે હાલ એ કહેવું થોડું ઉતાવળ્યું ગણાશે કે આ કેસમાં કેટલી મહિલાઓ કવર થશે. કેસ કરનારી મહિલાઓનું માનવું છે કે હવે તેમની સાથે આ ચળવળમાં કંપનીની ઓછામાં ઓછી 500 મહિલાઓ જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here