Home ગેજેટ અમેરિકા : સેમસંગ કંપનીએ સ્માર્ટ કેમેરા, બલ્બ અને પ્લગ લોન્ચ કર્યા, એપની...

અમેરિકા : સેમસંગ કંપનીએ સ્માર્ટ કેમેરા, બલ્બ અને પ્લગ લોન્ચ કર્યા, એપની મદદથી દુનિયાના દરેક ખૂણાનું ડિવાઇસ કંટ્રોલ થશે

0
55

ગેજેટ ડેસ્ક: સાઉથ કોરિયાની સેમસંગ કંપનીએ અમેરિકામાં સ્માર્ટ કેમેરા, વાઇ-ફાઇ પ્લગ અને સ્માર્ટ બલ્બને લોન્ચ કર્યા છે. અમેરિકામાં હાલ આ બધા પ્રોડક્ટને ગ્રાહક ખરીદી શકે છે. સેમસંગના સ્માર્ટ પ્રોડક્ટની કિંમત 700 રૂપિયાથી શરુ થાય છે. માર્કેટમાં આ સ્માર્ટ ગેજેટ આવી ગયા બાદ ગૂગલ અને એમેઝોનનો પ્રોડક્ટ સાથે પણ બરાબરની ટક્કર થવાની સંભાવના છે. દુનિયાના કોઈ પણ ખૂણે રહેલા સ્માર્ટ ડિવાઇસને સ્માર્ટથિંગ્સ મોબાઈલ એપની મદદથી યુઝર્સ કંટ્રોલ કરી શકશે.

સ્માર્ટથિંગ્સ પ્રોજેક્ટ
સ્માર્ટથિંગ્સ પ્રોજેક્ટ હેઠળ સ્માર્ટ બલ્બ, વાઇ-ફાઇ સ્માર્ટ પ્લગ અને સ્માર્ટ કેમેરા લોન્ચ કર્યા છે. સ્માર્ટ બલ્બની કિંમત 700 રૂપિયા, વાઇ-ફાઇ પ્લગની કિંમત 1200 રૂપિયા અને સ્માર્ટ કેમેરાની કિંમત 6200 રૂપિયા છે. કસ્ટમર આ ડિવાઇસને સેમસંગની ઓફિશિયલ વેબસાઈટ, બેસ્ટ બાય આઉટલેટ વેબસાઈટ અને અમેરિકાના અમુક રિટેલ સ્ટોર પરથી ખરીદી શકશે.

સ્માર્ટ કેમેરા
સ્માર્ટથિંગ્સ પ્લેટફોર્મમાં સૌથી મોંઘી આઈટમ 6200 કિંમતનો સ્માર્ટ કેમેરા છે. આ કેમેરા ફુલ HD રેકોર્ડિંગ અને HDRને સપોર્ટ કરે છે. તે 145 ડિગ્રી વ્યૂ સુધી રેકોર્ડ કરવામાં સક્ષમ છે. કેમેરાની ઇન્ટરેસ્ટિંગ વાત તેમાં ટુ-વે ઓડિયોની સુવિધા છે. આ કેમેરાની મદદથી તમે ઓફિસમાં બેઠાં-બેઠાં પણ તમારા ઘરે બાળકો કે પાલતુ પ્રાણીઓ સાથે વાત કરી શકો છો. સ્માર્ટ કેમેરા રાત્રે જોરદાર વીડિયોગ્રાફી કરે છે. કેમેરા માણસો, પ્રાણીઓ અને ગાડીઓને ઓળખી લે છે. સેમસંગની દરેક આઇટમ યુઝરના ફોનમાં ઇન્સ્ટોલ સ્માર્ટથિંગ્સ એપની મદદથી કંટ્રોલ થઇ શકે
છે.

સ્માર્ટ કેમેરામાં 24 કલાકનું ફ્રી ક્લાઉડ સ્ટોરેજ બેકઅપ મળે છે. આ ફીચર ચાર કેમેરામાં જ છે. આ સિવાય આઠ કેમેરા માટે સેમસંગ એક મહિનાનો 500 રૂપિયા ચાર્જ વસૂલશે. ગ્રાહક કેમેરાનું રેકોર્ડિંગ સ્માર્ટથિંગ્સ મોબાઈલ એપ કે સેમસંગ ટીવી જેવી એપમાં પણ જોઈ શકે છે.

સ્માર્ટ બલ્બ
સેમસંગ સ્માર્ટ બલ્બ 9 વોટનો LED બલ્બ છે. આ બલ્બ વોઇસ કમાન્ડને સપોર્ટ કરે છે. તે સિવાય એપની મદદથી પણ તેને કમાન્ડ આપી શકાય છે. દરવાજો ખુલતાંની સાથે જ ઓટોમેટિક લાઈટ શરુ થઇ જાય છે. જો કે, કંપનીએ ભારતમાં આ પ્રોડક્ટ્સ લોન્ચિંગ વિશે કોઈ ખુલાસો કર્યો નથી.

Live Scores Powered by Cn24news