Friday, April 26, 2024
Homeઅમેરિકા VS ઈરાન : ઈરાન પર સાઈબર હુમલાઓ કરાવી રહ્યું છે...
Array

અમેરિકા VS ઈરાન : ઈરાન પર સાઈબર હુમલાઓ કરાવી રહ્યું છે અમેરિકા, ટ્રમ્પ કાલથી નવા પ્રતિબંધો લગાવી શકે છે

- Advertisement -

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ઈરાન પર નવા પ્રતિબંધો લગાવી શકે છે. ટ્રમ્પે કહ્યું કે, અમે ઈરાનને પરમાણુ હથિયાર વિકસિત કરવા નહીં દઈએ. ઈરાને દાવો કર્યો હતો કે, તેની સેનાએ ગુરુવારે અમેરિકાના એક ડ્રોનને તોડી પાડ્યું હતું. આ સવાલ પર ટ્રમ્પે મૌન રાખ્યું હતું. આ ઘટના બાદથી જ બન્ને દેશો વચ્ચે વિવાદ વધી ગયો છે. એક રિપોર્ટ પ્રમાણે, અમેરિકાએ ઈરાનના મિસાઈલ કંટ્રોલ સિસ્ટમ અને જાસૂસી નેટવર્ક પર ઘણી વખત સાઈબર હુમલા કર્યા હતા.

ટ્રમ્પે ટ્વીટ કર્યું કે, ઈરાન પાસે પરમાણુ ન હોઈ શકે! ઓબામાની ખતરનાક યોજનાઓ હેઠળ તે ઘણા ઓછા વર્ષોમાં ન્યૂક્લિઅરના રસ્તે આવી ગયા. હવે તપાસ વિના આ સ્વીકાર્ય નહીં ગણાય. અમે સોમવારથી ઈરાન પર ઘણાં બધા પ્રતિબંધ લગાવવા જઈ રહ્યાં છીએ. અમે એ દિવસની રાહ જોઈ રહ્યાં છીએ , જ્યારે ઈરાન પરથી પ્રતિબંધ હટી જશે અને ફરીથી તે એક સમુદ્ધ રાષ્ટ્ર બની જશે.

ટ્રમ્પે કહ્યું- સૈન્ય કાર્યવાહી પર વિચારણા થતી રહેશેઃ ટ્રમ્પે ઈરાન સામે સૈન્ય કાર્યવાહીના સવાલ પર કહ્યું કે, જ્યાં સુધી સમસ્યાનું સમાધાન ન થઈ જાય ત્યાં સુધી આ અંગે વિચારણા થતી રહેશે. તો બીજી બાજુ ઈરાને પણ અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે, અમારા પર કોઈ પણ પ્રકારનો હુમલો અમેરિકાને મોંઘું પડી શકે છે.

ઈરાને 2015માં પરમાણું કરાર કર્યો હતોઃ 2015માં ઈરાને અમેરિકા, ચીન, રશિયા, જર્મની, ફ્રાંસ અને બ્રિટેન સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર હેઠળ ઈરાન તેની પર લાગેલા આર્થિક પ્રતિબંધો હટાવવાના બદલામાં તેમના પરમાણુ કાર્યક્રમને સીમિત કરવા અંગે સહમત થયું હતું. ટ્રમ્પે મે 2018માં જાહેરાત કરીને ઈરાનના પરમાણુ કરારથી અમેરિકાને અલગ કરી દીધું હતું. ત્યારથી જ બન્ને દેશો વચ્ચે તણાવ વધી ગયો છે.

અમેરિકાએ સાઈબર હુમલાના રિપોર્ટને નકાર્યોઃ ઓમાનની ખાડીમાં 13 જૂને બે તેલ ટેંકરો પર હુમલો કરીને તેને બ્લાસ્ટ કરી દેવાયા હતા. અમેરિકાએ તેનો આરોપ ઈરાન પર લગાવ્યો છે. સાથે જ ટ્રમ્પના આદેશ પર એક સપ્તાહથી વધારે સમય સુધી ઈરાન પર ઘણી વખત સાઈબર હુમલાઓ કરવામાં આવ્યા હતા. અમેરિકાના સુરક્ષા વિભાગના અધિકારીઓએ કહ્યું કે, અમેરિકાએ કોઈ સાઈબર અટેક કર્યો નથી.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular