અમેરીકાના વર્ક પરમીટ વિઝાની લાલચ આપી સિદ્ધપુરના યુવાન સાથે રૂ.30 લાખની ઠગાઈ

0
51

 • CN24NEWS-05/02/2019
 • સિધ્ધપુરઃ અમેરીકાના વર્ક પરમીટ વિઝા આપવાની લાલચ આપી સિદ્ધપુરના યુવાનને વિશ્વાસમાં લઇ રૂ.30 લાખ છેતરપીંડી થઇ હોવાનું માલુમ પડતાં યુવાને સિધ્ધપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.સિદ્ધપુરના હર્ષદસિંહ રામસંગજી રાજપૂતને ઇન્ફેક્શનનો રોગ હોઇ જેની સારવાર અર્થે તેમજ ધંધાર્થે અમેરીકા જવા અંગે એમના મિત્ર પટેલ ઇશ્વરભાઇ મનોહરદાસ રહે. બીના કોમ્પ્લેક્ષ સિધ્ધપુરના સંપર્કમાં આવેલા અને ઇશ્વરભાઇનો દીકરો અમેરીકા વસવાટ ધરાવતો હોઇ જેથી હર્ષદભાઇએ અમેરીકા જવાનું જણાવેલ કે સંબંધી સાથે મુલાકાત કરાવી આપીશ.
 • અમેરિકા વર્ક પરમિટ લેવા 61 લાખ માંગ્યા હતા

  1.તા.3-11-2018ના રોજ  ત્રણ શખ્સોએ ગણેશપુરા ખાતે હર્ષદભાઇના પ્લાન્ટ ઉપર આવેલ અને અમેરીકા જવું હોય તો અહીંથી કેનેડા અને ત્યાંથી અમેરીકા મુકામે વર્ક પરમીટ વિઝા લઇ આપીશું અને અમેરીકા કાયદેસર રીતે મોકલીશું તેવા વચન અને વિશ્વાસમાં લઇ હર્ષદભાઇ પાસેથી અસર પાસપોર્ટ લઇ ગયેલા તેમજ હર્ષદભાઇને રૂ.61 લાખ આપવાના થશે તેવું જણાવ્યું હતું. જેમાં રૂ.31 લાખ કેનેડા પહોંચી અને રૂ.30 લાખ અમેરીકા ન્યુયોર્ક પહોંચી આપવાનું નક્કી કર્યું. જેમાં 3 નવેમ્બરે 30 લાખ આપ્યા હતા.

 • ઈમીગ્રેશન અધિકારીએ કહ્યું તમે માત્ર કેનેડા સુધી જ જઈ શકીશું
  2.ગત 19-11-2018ના રોજ હર્ષદભાઇ દિલ્હીથી ઇસ્તુંબલ તુર્કી ગયેલા જ્યાં ઇમીગ્રેશનમાં હર્ષદભાઇને અડધો કલાક પૂછપરછ કરેલ.જેથી હર્ષદભાઇએ કાગળ બતાવવાનું કહેતા હર્ષદભાઇ કાગળ બતાવેલા એ સમયે હર્ષદભાઇને જાણવા મળ્યું કે વિઝા ફક્ત કેનેડા સુધીના જ છે, અમેરીકા જવા માટે નથી. જેથી હર્ષદભાઇએ અજીતભાઇ (સરદારજી) ને ફોન કરેલ અને ઇમીગ્રેશનના અધિકારી સાથે વાત કરવાનું કહ્યું.
 • કેનેડામાં પાસપોર્ટ અને વિઝા પાછો માંગતા ખબર પડી
  3.પરંતુ અજીતભાઇ (સરદારજી) એ વાત કરવાની ના પાડી દેતાં હર્ષદભાઇને શંકા પડી હતી. ત્યારબાદ હર્ષદભાઇ ઇસ્તંબુલ તુર્કીથી પ્લેનમાં બેસી ટોરેન્ટો કેનેડા પહોંચેલા અને ત્યાંથી એક હોટલમાં જઇ મહેશભાઇ પટેલ તથા અજીતભાઇ (સરદારજી) ની સાથે ફોનમાં વાત કરતાં તેઓને જણાવેલ કે તમારી હોટલે એક માણસ આવશે તેને તમે તમારો પાસપોર્ટ અને બાકીના રૂ.30 લાખ આપી દેજે.જેથી હર્ષદભાઇએ પાસપોર્ટ અને રૂપિયા આપવાની ના પાડતાં કેનેડામાં ફસાવી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
 • યુવાને કંટાળી પોલીસ કેસ કર્યો
  4.હર્ષદભાઇ ઘરે આવ્યા બાદ વારંવાર રૂપિયા પરત આપવા માટે ફોન કરતાં તેઓએ જણાવેલ કે પૈસા પાછા નહીં મળે અને હવે પછી ફોન કર્યા કે પછી પોલીસ કેસ કર્યા તો જાનથી મારી નંખાવીશું તેવી ધમકીઓ આપતાં  પટેલ મહેશભાઇ,પટેલ મનુભાઇ કાનદાસ, પટેલ મુકેશભાઇ બબલદાસ,અજીતભાઇ (સરદારજી) સામે ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here