અમેરીકામાં ફરી ભારતીય પરિવાર હિંસાનો શિકાર, ચાર સભ્યોની હત્યા

0
54

  • CN24NEWS-19/06/2019
  • અમેરિકાનાં વેસ્ટ ડેસ મોઇન્સ શહેરમાં ફરી ભારતીય પરિવાર હિંસાનો ભોગ બન્યો છે. એક જ પરિવારનાં ચાર-ચાર સભ્યની એક સાથે હત્યા કરી નાખવામા આવતા અમેરીકન ભારતીયોમાં હાહાકાર મચી ગયો છે. હત્યા કરવામા આવી છે તેમાં એક કપલ અને તેના બે બાળકોનો સમાવેશ થાય છે. હત્યારાઓ દ્રારા સમગ્ર પરિવારની ગોળીઓ ધરબી કરપીણ હત્યા કરવામા આવી છે.

અમેરિકાનાં વેસ્ટ ડેસ મોઇન્સ શહેરની સ્થાનિક પોલીસનાં જણાવ્યા અનુસાર મૃતકોના શરીર પર ગોળીઓના અનેક નિશાન મળી આવ્યા હતાં. હત્યાકાંડની જાણ મૃતક પરિવારનાં મહેમાન દ્રારા પોલીસને કરવામા આવી હતી. મહેમાને જ્યારે પરિવારનાં મૃતદેહો જોયા ત્યારે કશું ક અજુગતુ ઘટ્યું હોવાની આશંકા સાથે પોલીસને જાણ કરતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. શહેરના પોલીસ વિભાગના અધિકારી સાર્જન્ટ ડેન વેડના જણાવ્યા અનુસાર પોલીસ ઘટના સ્થળેથી પ્રાપ્ત પ્રાથમિક પુરાવાઓના આધારે બનાવની તપાસ કરી રહી છે. અને ચોક્કસ પુરાવા મળતા સુધી તપાસ ચાલુ રહેશે. હાલ હત્યાકાંડ પાછળના કારણની જાણ થઇ નથી. અને કોઇ સંદિગ્ધનું નામ પણ સામે આવ્યું નથી.

આપને જણવી દઇએ કે અમેરીકામાં વસતો ભારતીય મૂળનો ચાર સભ્યોનો પરિવાર ચંદ્રશેખર સંકારા નામાનાં ભારતીય મૂળ વ્યક્તિનો હોવાનું માનવામા આવી રહ્યું છે. મૃતકોમાં ચંદ્રશેખર સંકારાની ઉંમર 44 વર્ષ હોવાનું સામે આવ્યું છે તો 41 વર્ષીય લાવણ્યા સંકારા, અને બાકી બે મૃતકો બાળકો છે જેમની ઉંમર 15 અને 10 વર્ષ હોવાનું સામે આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here