Monday, January 24, 2022
Homeઅમે ગઠબંધન રાખવા ઇચ્છા રાખીએ છીએ, પણ એ માટે અમે લાચાર નથી-...
Array

અમે ગઠબંધન રાખવા ઇચ્છા રાખીએ છીએ, પણ એ માટે અમે લાચાર નથી- સીએમ ફડણવીસ

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે શિવસેનાના મોટા ભાઇ તરીકેના દાવાને નકારી દેતા જણાવ્યું કે, “અમે શિવસેના સાથે લોકસભા ચૂંટણી બાબતે બેઠકો વિશે ગઠબંધન કરવા ઈચ્છીએ છીએ પરંતુ ઉતાવળા કે મજબુર સાથીદાર તરીકે નહિ”. નોંધનીય છે કે સોમવારે શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે કહ્યું હતુ કે, ભાજપ સાથે ગઠબંધન મુદ્દા પર અમારું વલણ પહેલાં જેવુ જ રહેશે, અમે મોટા ભાઇ છીએ, હતા અને રહીશુ. રાઉતના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા ફડણવીસે કહ્યું કે ભાજપ ગઠબંધનના મામલે શિવસેના સાથે લાચાર સાથીદાર નથી. અમે દેશના વિકાસ માટે ગઠબંધન રાખવા માગીએ છીએ. અમે જેમણે દેશને લૂંટ્યો છે એમના હાથમાં ફરીથી સત્તા જાય એવુ જરા પણ ઇચ્છતા નથી. ભાજપ જ એ પાર્ટી છે જેણે 2 સાંસદથી શરૂઆત કરીને હવે 200 સાંસદો સુધી પહોંચ્યા છે.

અમને મજબૂત ગઠબંધન જોઇએ છીએ- ફડણવીસ

જાલનામાં પાર્ટીના કાર્યકર્તાઓને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે અમને હિંદુત્વના સંરક્ષણ અને ભ્રષ્ટાચારના વિરૂધ્ધમાં એક મજબૂત ગઠબંધન જોઇએ છીએ

શિવસેનાએ એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકાર છે પરંતુ બંને વચ્ચે ખટરાગ કે ચકમક સર્જાયા કરે છે. ગત વર્ષે દશેરાની રેલીમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતુ કે અમે હવે કોઇ ચૂંટણી ભાજપ સાથ લડીશું નહિ. અવારનવાર શિવસેના કેન્દ્ર સરકાર કે મોદી પર હુમલા કરતી રહે છે. પરંતુ કેટલાંક દિવસો પહેલા ફડણવીસ સરકારે ઠાકરે સ્મારક માટે રૂ.100 કરોડની જાહેરાત કરીને શિવસેનાને મનાવી લેવાની શરૂઆત કરી છે.

મહારાષ્ટ્રમાં ગત લોકસભા-2014ના પરિણામો

કુલ લોકસભા સીટ-48

પાર્ટી બેઠક વોટ શેર
ભાજપ 23 27.6%
શિવસેના 18 20.8%
NCP 4 16.1%
કોંગ્રેસ 2 18.3%
અન્ય 1 2.3%
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular