Sunday, October 24, 2021
Homeઅમે તો ક્યારનો બેન લગાવી દીધો છે, તમારા કારણે પાકનાં કલાકારો ભારતમાં...
Array

અમે તો ક્યારનો બેન લગાવી દીધો છે, તમારા કારણે પાકનાં કલાકારો ભારતમાં છે? સરકાર શું કરી રહી છે?

સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ્સ એસોસિયેશનના મહા મંત્રી અને એ લિસ્ટના અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે એક વેધક સવાલ પૂછતાં કહ્યું હતું કે સરકાર પાકિસ્તાની કલાકારોને વીઝા શા માટે આપે છે ?

‘૨૦૧૬માં થયેલા ઉરી હુમલા પછી અમે તરત પાકિસ્તાની કલાકારો પર બૅન જાહેર કરી દીધો હતો અને ત્યારથી બોલિવૂડ પાકિસ્તાની કલાકારોને કોઈ લેતું નથી. પરંતુ આ પગલાં તો બોલિવૂડે લીધાં. કેન્દ્ર સરકાર શું કરે છે ? એ કેમ પાકિસ્તાની કલાકારોને વીઝા આપે છે ? તમે વીઝા આપવાનું બંધ કરો એટલે આપોઆપ પાકિસ્તાની કલાકારો અહીં આવતા બંધ થઇ જાય’ એમ સુશાંતે કહ્યું હતું.

સુશાંતે વધુમાં કહ્યું કે પોલિટિશ્યનો અને પોલિટિકલ પાર્ટીઝ દેખાડવાના અને ચાવવાના જુદા દાંત રાખે છે, એ લોકો વીઝા આપે એટલે પાકિસ્તાની કલાકારો અહીં કામ મેળવવા આવે. વીઝા નકારી દેવામાં આવે તો આપોઆપ એ કલાકારો અહીં આવતાં બંધ થઇ જાય. આમાં તો શું થાય છે કે વીઝા હોય અને બોલિવૂડ કામ ન આપે તો બોલિવૂડના કલાકારો સાથે પાકિસ્તાની કલાકારોનો અણબનાવ થઇ જાય છે. અત્રે એ યાદ રહે કે ઊરીની ઘટના પછી બોલિવૂડે પાકિસ્તાની કલાકારોને બોલાવવાનું બંધ કર્યું ત્યારે પણ શ્રીદેવીની ફિલ્મ મા માટે પાકિસ્તાની કલાકારોને વીઝા અપાયા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments