Tuesday, December 7, 2021
Homeઅમે ભાજપનાં નેતાને બ્લેકમેઈલ કર્યો હતો, અમારા 11 સાથીઓનાં મોત થયા- શુજા
Array

અમે ભાજપનાં નેતાને બ્લેકમેઈલ કર્યો હતો, અમારા 11 સાથીઓનાં મોત થયા- શુજા

નવી દિલ્હીઃ ચૂંટણીમાં EVMના હેકિંગનો મામલો જોર પકડી રહ્યો છે. સત્તા અને વિપક્ષી પાર્ટીઓ દાવો કરી રહી છે કે, EVM હેકિંગ માટે તેમને કોઈની સાથે સંપર્ક કર્યો નથી. આ સાથે જ અમેરિકામાં વસવાટ કરતા ભારતીય સાઈબર એક્સપર્ટ સૈયદ શુજાનાં EVM હેકિંગ અંગેનાં દાવાઓ સામે આવ્યા છે. શુજાએ કહ્યું કે, હૈદરાબાદમાં મારી ટીમ ભાજપનાં એક નેતાને મળી હતી. અમે તેને બ્લેકમેઈલ કર્યો હતો. ત્યારબાદ અમારા 11 સાથીઓના મોત થયા હતા.

વિદેશી ધરતી પરથી ભારતને બદનામ કરવાનું ષડયંત્ર- રવિશંકર પ્રસાદ

શુજાએ જણાવ્યું કે, હું 2014 સુધી ભારતમાં EVM બનાવનાર કંપની ECILમાં હતો. મારી ટીમમાં 14 સભ્યો હતા. અહીં ભાજપ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું કે, કોંગ્રેસ વિદેશી ધરતી પરથી ભારતને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહી છે. ચૂંટણીપંચે દિલ્હી પોલીસને શુજા પર FIR દાખલ કરાવાનો આદેશ કર્યો હતો. ECILએ પણ કહ્યું હતુ કે, શુજા તેનો કર્મચારી ન હતો. કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે મામલાની તપાસ થવી જોઈએ.

મુંડે જ તેમની સરકારનો પર્દાફાશ કરવાના હતા – શુજા

શુજાએ કહ્યું કે, ભાજપ નેતા ગોપીનાથ મુંડેએ મને પૂછ્યુ કે શું EVMની એવી ડિઝાઈન બનાવી શકાય, જેનાથી તેને હેક ન કરી શકાય. ત્યારે મને નહોતી ખબર કે મુંડે કોણ છે. મુંડે પોતે તેમની સરકારનો પર્દાફાશ કરવાના હતા. જેથી તેમની હત્યા કરી દેવાઈ હતી. તેઓ જાણતા હતા કે EVMમાં ગોટાળાનાં કારણે તેમની સરકાર બની હતી. EVM હેકિંગ માટે ભાજપ ઉપરાંત કોંગ્રેસ, સપા, બસપા, આમ આદમી પાર્ટી, સહિત 12 દળોએ મારો સંપર્ક કર્યો હતો.

ભારતમાં જીવનું જોખમ

શુજાનો દાવો છે કે, તેમની ટીમ 2014માં ભાજપનાં નેતાને મળવા ગઈ હતી. જેમાં શુજા અને તેના  સાથીઓને ગોળી મારતાં 11 સાથીઓનાં મોત થયા હતા, અને શુજા ઘાયલ થયો હતો. આ ઘટના હૈદરાબાદનાં ઉપનગરીય વિસ્તારમાં બની હતી. બીજા જ દિવસે હૈદરાબાદમાં કિશનબાગમાં હુલ્લડમાં ત્રણ લોકોનાં મોત થયા હતા. શુજાને ભારતમાં જીવનું જોખમ હોવાથી તે  અમેરિકા જતો રહ્યો હતો.

ગૌરી લંકેશ પણ સ્ટોરી કરવા માંગતા હતા, પરંતુ તેમની હત્યા કરી દેવાઈ

શુજાએ EVM હેકિંગ મામલામાં પત્રકાર ગૌરી લંકેશને પણ જોડ્યા હતા. તેને કહ્યું કે, ગૌરી લંકેશ આ કેસમાં સ્ટોરી કરવા માંગતા હતા પરંતુ આ પહેલા જ તેમની હત્યા કરી દેવાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments