અમે યુદ્ધ નથી ઇચ્છતા પણ જવાબી હુમલા માટે તૈયારઃ પાકિસ્તાન; આજે સંસદનું વિશેષ સત્ર

0
34

ઇસ્લામાબાદ :  ભારતે મંગળવારે પાકિસ્તાન માં કરેલી એરસ્ટ્રાઇકથી ઉશ્કેરાયેલા પાકિસ્તાને બુધવારે સવારે ભારત ના હવાઇ ક્ષેત્રનું ઉલ્લંઘન કર્યુ હતું. તેના ત્રણ વિમાન પુંછ અને રાજૌરીમાં ઘૂસી ગયા હતા. પાછા ફરતી વખતે તેમાં થી બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. જો કે, ભારતની ત્વરિત કાર્યવાહીમાં પાકિસ્તાનનું F-16 ફાઇટર પ્લેન ફૂંકી માર્યુ હતું. વિમાન પર હુમલા બાદ પેરાશૂટથી એક પાઇલટ ઉતરતા પણ જોવા મળ્યો હતો. પાકિસ્તાનના સ્પોક્સપર્સને કહ્યું કે, આજે પાકિસ્તાન એરફોર્સે LoC પર સ્ટ્રાઇક કરી હતી. આ ભારતે કરેલી કાર્યવાહીનો જવાબી હુમલો નથી. એટલાં માટે જ પાકિસ્તાને નોન-મિલિટરી ટાર્ગેટમાં જ સ્ટ્રાઇક કરી છે, અમે ભારતીયોને માત્ર અમારાં અધિકારોનું પ્રદર્શન કર્યુ છે, અમે સેલ્ફ ડિફેન્સ માટે સક્ષમ છીએ. બીજી તરફ, પાકિસ્તાનના વડાપ્રધાને આજે બુધવારે નેશનલ કમાન્ડ ઓથિરિટીની મહત્વની બેઠક બોલાવી હતી અને સંસદના બંને સદનોનું વિશેષ સત્ર પણ બોલાવવામાં આવ્યું છે.

અમે તણાવ વધારવા નથી ઇચ્છતાઃ પાકિસ્તાન
પાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું કે, અમે બંને દેશો વચ્ચેના તણાવને વધારવા નથી ઇચ્છતા, પરંતુ અમારી હદમાં કોઇ પણ પ્રકારની હલચલ જોવા મળી તો પાકિસ્તાનની આર્મી સંપુર્ણ રીતે તૈયાર છે. છેલ્લાં ઘણાં વર્ષોથી ભારત કોઇ પણ હુમલા પાછળ પાકિસ્તાનનો જ હાથ હોવાનું રાગ આલાપી રહ્યું છે.
જો ભારત કોઇ પણ પ્રકારના પુરાવાઓ વગર જ કથિત આતંકી સંસ્થાઓ પર સ્ટ્રાઇક કરતું રહેશે તો અમે અમારાં હક્કો અને અધિકાર હેઠળ જવાબ આપવા તૈયાર છીએ. અમે યુદ્ધના રસ્તે જવા નથી ઇચ્છતા. અમે ઇચ્છીએ છીએ કે, ભારત શાંતિને એક અવસર આપે અને બંને દેશો વચ્ચેની સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે મંત્રણા કરે.
પાકિસ્તાનમાં આજે વિશેષ સત્ર
પાકિસ્તાની સંસદમાં બાલાકોટ એરસ્ટ્રાઇક બાદ આજે વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. મંગળવારે પાકિસ્તાનની સંસદમાં કાર્યવાહી શરૂ થતાં જ સદનમાં ‘ઇમરાન ખાન શરમ કરો, ઇમરાન ખાન મુર્દાબાદ’ના નારા લાગ્યા હાત. પાકિસ્તાન સાંસદોએ બંને સદનમાં સંયુક્ત સત્ર બોલાવીને ભારત-પાકિસ્તાનની વચ્ચે હાલના તણાવ પર ચર્ચા કરવાની માગણી કરી.
આજે આ જ માગણીના આધારે વિશેષ સત્ર યોજાવાનું છે. જો કે, મુખ્ય વિપક્ષી દળો પાકિસ્તાન મુસ્લિમ લીગ (PMLN) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના નેતાઓએ ભારતના આક્રમણ વિરૂદ્ધ એકજૂથ થવાની વાત કહી છે.
મંગળવારે ટ્વીટ કરી જાણકારી આપી
પાકિસ્તાનની સરકારે મંગળવારે ટ્વીટ કરીને જાણકારી આપી કે ચીનના એમ્બેસેડર યાઓ જિંગને બુધવારા ઇસ્લામાબાદ માં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીને મળવા  માટે બોલાવવામાં આવ્યા છે. આ મુલાકાતમાં ક્ષેત્રની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે. વિદેશ મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાન અને ચીન ક્ષેત્રમાં શાંતિ જાળવવા માટે કટિબદ્ધ છે.
પાકિસ્તાન સરકારના વલણ પર સવાલ
પાકિસ્તા ની મીડિયા દેશમાં જૈશ-એ-મોહમ્મદ ના આતંકવાદી શિબિર ને નષ્ટ કરવા માટે IAF ના ઓપરેશન પર પાકિસ્તાન સરકારના સત્તાવાર નિવેદનની સાથે સહમત જોવા મળ્યું. જો કે, કેટલાંક પત્રકારોએ પાકિસ્તાન સરકાર તરફથી નિવેદન જાહેર કરવામાં સમય લાગવા ઉપર પણ સવાલો ઉઠાવ્યા.
પાકિસ્તાનની સરકારી ચેનલ પીટીવી ઉપરાંત જિયો, ડૉન, એક્સપ્રેસ, SAMAA, ARY સહિત મોટાંભાગની ટીવી ચેનલો પર આખો દિવસ એમ જ કહેતા રહ્યા કે, ભારતીય વિમાને મંગળવારે સવાર LoCનું ઉલ્લંઘન કર્યુ. જો કે, તેઓએ ભારત ના આ દાવા અંગે વધારે વાત ના કરી કે, બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના શિબિરોને નષ્ટ કરી દીધી છે.
મુખ્ય વિપક્ષી દળ પાકિસ્તાની પીપલ્સ પાર્ટીના કદાવર નેતા ખુર્શીદ શાહ અને પૂર્વ વિદેશ મંત્રી ખ્વાજા આસિફે કહ્યું કે, ભારતીય વિમાન પાકિસ્તાનની અંદર 30 કિમી સુધી પ્રવેશ કરીને ગયા. તેઓનું આ નિવેદન પાકિસ્તાન સરકાર ના નિવેદન પર સવાલ ઉઠાવે છે જેમાં કહેવામાં આવ્યું કે, વિમાને માત્ર 3થી 4 કિમી ક્ષેત્રમાં જ પ્રવેશ કર્યો. જો કે, મીડિયાએ 30 કિમીવાળા નિવેદનને કાપી નાખ્યું.
સરકાર પર સવાલ તો ઓફ એર કરી દીધું

ચેનલ સાથે વાતચીત દરમિયાન પત્રકારોએ જ્યારે સવાલ કર્યો કે, જો ભારતીય વિમાન પાકના હવાઇ ક્ષેત્રમાં 3 કિમી સુધી જ ઘૂસી ગયા હતા. તો ઇમરાન ખાને સરકારને સ્પષ્ટીકરણ આપવામાં 12 કલાકથી વધુ સમય કેમ લગાવ્યો. તેઓની આ ટિપ્પણી પર ન્યૂઝ ચેનલે પ્રસારણ ઓફ એર કરી દીધું.  એક અન્ય પત્રકારે પૂછ્યું આપણે ભારતીય ફાઇટર જેટ્સને કેમ તોડી ના પાડ્યા?

ન્યૂઝ ચેનલના એક એન્કર સૈયદ તલત હુસૈને પોતાની જ સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, આ અત્યંત દુઃખદ હતું કે વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ ભારતીય વિમાનોના પાકિસ્તાન સીમામાં આવવાના છ કલાક બાદ વિદેશ મંત્રાલયમાં ઇમરજન્સી બેઠક બોલાવી હતી. એક કાચબો પણ આનાથી વધુ દોડી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here