અયાન મુખર્જીએ કહ્યું કે હિમાલય પર્વતના લીધે ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મ લખી શક્યો છું

0
46

બોલિવૂડ ડેસ્ક: આ વર્ષે ક્રિસ્મસના તહેવાર પર આલિયા ભટ્ટ, રણવીર કપૂર અને અમિતાભ બચ્ચન સ્ટારર ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ આવવાની છે. ફિલ્મના ડિરેક્ટર અયાન મુખર્જીએ આ ફિલ્મનો આઈડિયા કેવી રીતે આવ્યો તેની હૃદયસ્પર્શી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી છે.

આ ફિલ્મનો ક્રેડિટ તેણે હિમાલય પર્વતને આપ્યો છે. અયાને લખ્યું છે કે જો હિમાલયનું અસ્તિત્વ જ ન હોત, તો હું બ્રહ્માસ્ત્ર ફિલ્મ ક્યારેય લખી શક્યો ન હોત. હિમાલય એ એક એવી જગ્યા છે કે જેણે મને આ ફિલ્મ માટે આઈડિયા આપ્યો. દુનિયામાં કોઈ એવી જગ્યા નથી કે જેનાથી હું આટલો બધો પ્રભાવિત થયો હોઉ. હિમાલયને વર્ણવવા માટે શબ્દો બહુ નાના પડે છે. અત્યાર સુધીના મારા ટ્રાવેલિંગમાં મેં સૌથી વધારે સમય હિમાલયને આપ્યો છે. ભારત પાસે હિમાલય છે તે વાતનો મને ગર્વ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here