Friday, December 3, 2021
Homeઅયોધ્યા કેસ : જાણો કોણ છે આ ત્રણ મધ્યસ્થી જેઓ અયોધ્યા મંદિર-મસ્જિદ...
Array

અયોધ્યા કેસ : જાણો કોણ છે આ ત્રણ મધ્યસ્થી જેઓ અયોધ્યા મંદિર-મસ્જિદ વિવાદનો ઉકેલ લાવશે

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મધ્યસ્થી દ્વારા અયોધ્યા રામમંદિરનો ઉકેલ લાવવાનું નક્કી કર્યું છે. સુપ્રીમ કોર્ટે બંને પક્ષ સાથે વાતચીત કરીને કેસનું સમાધાન લાવવા માટે ત્રણ મધ્યસ્થીની પેનલ બનાવી છે. આ પેનલમાં એક સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ કલીફુલ્લાસ બીજા સીનિયર વકીલ શ્રીરામ પંતુ અને ત્રીજા મીડિયેટર આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે, આ મધ્યસ્થીને સંપૂર્ણ કાર્યવાહી ખાનગી રાખવામાં આવશે અને તેનું મીડિયા રિપોર્ટિંગ કરવામાં આવશે નહીં. કોર્ટે આદેશ આપ્યો છે કે, આ કેસમાં શું ડેલપમેન્ટ થયું તે વિશે ચાર સપ્તાહમાં રિપોર્ટ આપવામાં આશે. તે સાથે જ મધ્યસ્થી માટે વાતચીત ફૈઝાબાદમાં કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટ તરફથી નિમણૂક કરવામાં આવેલા ત્રણેય મધ્યસ્થી વિશે જાણો

જસ્ટિસ કલીફુલ્લા
જસ્ટિસ કલીફુલ્લા સ્વર્ગીય જસ્ટિલ ફકીર મોહમ્મદના દીકરા છે. એપ્રિલ 2012માં તેઓ સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા. 2016માં તેઓ સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત્ત થયા હતા. સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા પહેલાં તેઓ જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટમાં કાર્યરત હતા. ત્યાં તેમને ચીફ જસ્ટિસની પદવી મળી હતી. 2 માર્ચ 2000ના રોજ તેઓ પ્રથમવાર કોર્ટમાં જજ તરીકે કાર્યરત થયા હતા. ત્યારે તેઓ મદ્રાસ હાઈકોર્ટમાં સ્થાઈ જજ તરીકે કાર્યરત થયા હતા. જસ્ટિસ કલીફુલ્લા તમિલનાડુના શિવગંગા જિલ્લાના કરાઈકુડીના છે. તેમનો જન્મ 23 જુલાઈ 1951માં થયો હતો. 20 ઓગસ્ટ 1975થી તેમણે વકીલાત શરૂ કરી હતી. દેશના પૂર્વ ચીફ જસ્ટિસ ટીએસ ઠાકુરની તે બેન્ચના સભ્ય રહી ચૂક્યા છે જેમણે બીસીસીઆઈમાં સુધારા માટે મહત્વના આદેશ જાહેર કર્યા હતા.
શ્રી શ્રી રવિશંકર
શ્રી શ્રી રવિશંકર ધર્મ અને અથ્યાત્મના પ્રખ્યાત ગુરુ છે. સમગ્ર દુનિયા તેમને ખુબ સારી રીતે ઓળખે છે. તેઓ આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનના સંસ્થાપક છે. રવિશંકરનો જન્મ તમિલનાડપમાં 13 મે 1956માં થયો હતો. તેમના પિતાનું નામ વેંકટ રત્ન હતું જેઓ ભાષાવિદ હતા. આદિ શંકરાચાર્યથી પ્રેરણા લઈને પિતાએ તેમનું નામ રવિશંકર રાખ્યું હતું. રવિશંકર પહેલાં મહર્ષિ યોગીના શિષ્ય હતા. તેમણે ત્યારથી તેમના નામની આગળ શ્રી શ્રી લગાવવાની શરૂઆત કરી હતી. ત્યારે પ્રખ્યાત સિતાર વાદક રવિશંકરે આરોપ લગાવ્યો હતો કે, તેમના નામની પ્રસિદ્ધીનો લાભ લેવામાં આવી રહ્યો છે. 1982માં રવિશંકરે આર્ટ ઓફ લિવિંગ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. સુદર્શન ક્રિયા આર્ટ ઓફ લિવિંગના કોર્સનો આધાર છે.
શ્રીરામ પંચૂ
શ્રીરામ પંચૂ મુળ ચેન્નાઈના છે. તેઓ મદ્રાસ હાઈકોર્ટમના વકીલ હોવાની સાથે સાથે પ્રખ્યાત મધ્યસ્થી પણ છે. તેઓ ઘણાં કેસમાં મધ્યસ્થી રહીને સમજૂતી કરાવી ચૂક્યા છે. તેઓ મીડિએશન ચેમ્બર્સના ફાઉન્ડર છે. આ ફાઉન્ડેશન મધ્યસ્થી કરાવવા માટે ખૂબ જાણીતું છે. તે ઈન્ડિયન મીડિયેટર્સ એસોસિયેશનના પ્રેસિડન્ટ હોવાની સાથે સાથે ઈન્ટરનેશનલ મીડિયેશન ઈન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર પણ છે. તેમણે 2005માં ભારતનાં પહેલા મધ્યસ્થી કેન્દ્રની સ્થાપના કરી હતી. તેમણે મધ્યસ્થીને ભારતની કાયદા પ્રણાલીનો એક હિસ્સો બનાવવા માટે ખૂબ મહત્વની ભૂમિકા નીભાવી છે. તેમણે કોમર્શિયલ, કોર્પોરેટ અને કોન્ટ્રેક્ચ્યુઅલ ઝઘડાનો ઉકેલ લાવવામાં મદદ કરી છે. તેઓ મધ્યસ્થી પર Mediation: Practice & Law સહિત બે પુસ્તકો લખી ચૂક્યા છે.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments