અયોધ્યા મામલાને શું મધ્યસ્થ પાસે મોકલવામાં આવશે, તેનો આદેશ 5 માર્ચે આપવામાં આવશે: SC

0
23

નવી દિલ્હીઃ સમય બચાવવા માટે શું અયોધ્યા વિવાદને મધ્યસ્થની પાસે મોકલવામાં આવી શકે છે, તે અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટ 5 માર્ચે કરશે. મંગળવારે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પોતાની નજર હેઠળ મધ્યસ્થની મદદથી વિવાદના સમાધાન અંગે સહમતી દાખવી છે. કોર્ટે કહ્યું કે એક ટકા ચાન્સ હોવા પર પણ મધ્યસ્થની મદદથી મામલાનું સમાધાન લાવવાના પ્રયાસો કરવા જોઈએ.

આ પહેલાં ચીફ જસ્ટિસે અયોધ્યા કેસમાં જોડાયેલાં દસ્તાવેજોના અનુવાદ રિપોર્ટ પર તમામ પક્ષોનો મત માગ્યો. એક પક્ષ તરફથી રજૂ થયેલાં વકીલ રાજીવ ધવનનું કહેવું છે કે અનુવાદનો કોપીઓની તપાસ કરવા માટે તેઓને 8થી 12 અઠવાડીયાનો સમય જોઈએ. રામલલ્લા તરફથી રજૂ એસ વૈધનાથને કહ્યું કે ડિસેમ્બર 2017માં તમામ પક્ષોએ દસ્તાવેજના અનુવાદનો રિપોર્ટ તપાસ્યાં બાદ સ્વીકાર કર્યો હતો ત્યારે બે વર્ષ પછી સવાલ કેમ ઉઠાવી રહ્યાં છે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here