Sunday, September 19, 2021
Homeઅરવલ્લી : જાલમખાંટમાં પાકો રસ્તો નહીં બનતા ગ્રામજનો એ ચૂંટણી નો બહિષ્કાર...
Array

અરવલ્લી : જાલમખાંટમાં પાકો રસ્તો નહીં બનતા ગ્રામજનો એ ચૂંટણી નો બહિષ્કાર કરવાની આપી ચિમકી

 

 

અરવલ્લી જિલ્લાના જાલમખાંટમાં પાકો રસ્તો નહીં બનતા હવે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચિમકી ઉચ્ચારી છે.

બાઈટ : ગુલાબસિંહ ખાંટ, આગેવાન

 

 

આઝાદીના સાત દાયકા બાદ પણ લોકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના જાલમખાંટમાં વર્ષોથી રોડની સમસ્યાઓ જૈસે સ્થે સ્થિતિમાં છે. જાલમખાંટને જોડતો બે થી ત્રણ કિલોમિટરનો રોડ પાકો બનાવવાની માંગ ઉગ્ર બની છે. આ રોડ ગામમાંથી પસાર થઇ ભેમપોડા ગામ સહિતના ગામડાઓને જોડે છે. જો કે હાલ કાચો રસ્તો હોવાને કારણે રાહદારીઓ તેમજ નાના વાહનચાલકોને હાલાકીઓનો સામનો પડી રહ્યો છે. ગ્રામજનોએ સ્થાનિક ધારસભ્યને પણ અનેક રજૂઆતો કરી તેમ છતાં હજુ કોઇપણ પ્રકારનું નિરાકરણ ન  આવતા હવે ગ્રામજનોએ બાંયો ચઢાવી છે. અને આગામી સમયમાં ગાંધી ચિધ્યાં માર્ગે આંદોલન સહિત ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચિમકી ઉચ્ચારી છે.

હાલ આ રસ્તો ધૂળિયો તેમજ કાંકરાળ છે, જેને કારણે ચોમાસામાં બંધ કરી દેવાય છે, જેને કારણે સ્થાનિક તેમજ આસપાસના લોકોએ લાંબુ અંતર કાપીને મોડાસા, બાયડ સહિત માલપુર જનું પડી રહ્યું છે.  આ સાથે જ જાણવા મળી રહ્યું છે કે, ગ્રામજનોને સ્થાનિક ધારાસભ્યએ અનેક વાયદાઓ કર્યા હોવા છતાં હજુ સુધી કોઇ જ નિરાકરણ ન આવતા હવે ગ્રામજનોને રસ્તાની સુવિધા ક્યારે મળે છે, તે જોવું રહ્યું.

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

 

 

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments