Tuesday, December 7, 2021
Homeઅરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો
Array

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાઈ ગયો, જેમાં રાજ્ય સરકારના સિંચાઈ તેમજ પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલ, તેમજ ગુજરાત ઔધોગિક વિકાસ નિગમના ચેરમેન બળવંતસિંહ રાજપૂત ખાસ ઉપસ્થિત રહ્યા છે,, જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં જિલ્લાના મોડાસાના 1201, માલપુર 913 , મેઘરજ 642, બાયડ 1736, ધનસુરા 455 તેમજ ભિલોડા તાલુકાના 560 મળીને જિલ્લાના કુલ પાંચ હજાર પાંચસો સાત લાભાર્થીઓને ત્રણ સો છવ્વીસ પોઇન્ટ પાંત્રીસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવી હતી.

 

જેમાં મહિલાઓને સ્વરોજગાર માટે બ્યૂટી પાર્લનો સામાન, દિવ્યાંગોને સાયકલ, સહિત સીવણ કામ કરીને રોજગાર ચલાવતી મહિલાઓને સિવણ મશિનની સહાય આપવામાં આવી હતી,,, આ પ્રસંગે મંત્રી પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેવાડાના વ્યક્તિને તેને સીધો લાભ મળી રહે તે હેતુથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ મેળાની શરૂઆત કરી હતી, જેના થકી લોકોને સરકારી યોજનાઓનો લાભ મળી રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments