Tuesday, December 7, 2021
Homeઅરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના કાસવાડા ગામે જર્જરીત ટાંકીથી મોટી હોનારતની દહેશત.
Array

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના કાસવાડા ગામે જર્જરીત ટાંકીથી મોટી હોનારતની દહેશત.

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના કાસવાડા ગામે ગામના વચ્ચેવચ આવેલ વર્ષો જુની પાણીની ટાંકી જર્જરીત અને બિસ્માર બની છે જેના પોપડા પણ ઉખડી ગયા છે અને લોખંડના સળીયા પણ દેખાઈ ગયા છે ત્યાળે જર્જરીત બનેલી પાણીની ટાંકી પડેતો ગામમાં મોટી હોનારત સર્જાવાની દહેશત ઉભી થઈ છે ત્યારે ગ્રામજનો દ્વારા જર્જરીત બનેલ પાણીની ટાંકી પાડવા અંગે ગામ પંચાયતને અને તાલુકા પંચાયતને તેમજ સેવાસેતુ કાર્યક્રમમાં પણ વારંવાર રજુઆત કરવામાં આવી હોવા છતા આજદીન સુધી જર્જરીત ટાંકીની સમસ્યાનુ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં તંત્ર સામે ભારે રોષ ફેલાયો છે.અને તાકીદે જર્જરીત બનેલ પાણીની ટાંકીનો નિકાલ કરવામાં આવે તેવી ગ્રામજનોમાં ઉગ્ર માંગ ઉઠી છે.

સમસ્યા અંગે ગ્રામજનોએ જણાવ્યુ હતુ કે પાણીની ટાંકી પડે તો મોટી હોનારત સર્જાય શકે છે જેથી અમોએ તંત્રને વારંવાર રજુઆત કરી છે છતાં તંત્ર ધ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ ટાંકીથી આજુબાજુના મકાનોને નુકશાન થશેતો તેની સંપુર્ણ જવાબદારી ગામ પંચાયતની રહેશે જેથી જર્જરીત બનેલ ટાંકી તાકીદે જમીન દોસ્ત કરવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.
-જર્જરીત ટાંકી પડે તો મોટી હોનારત સર્જાવાની દહેશત
-તંત્રને વારંવાર રજુઆત કરવા છતા કોઈ કાર્યવાહી નહી
-તંત્ર ધ્વારા કોઈ કાર્યવાહી ન કરાતા ગ્રામજનોમાં રોષ
-ટાંકી પડશે અને મકાનોને નુકશાન થશે તો સંપુર્ણ જવાબદારી પંચાયતની રહેશે:ગ્રામજનો
-તાકીદે જર્જરીત ટાંકી પાડવા ગ્રામજનોની માંગ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments