અરવલ્લી જીલ્લા નિવાસી કલેક્ટર વલવી ને આવેદનપત્ર આપી સમગ્ર બનાવની ન્યાયિક તપાસની માંગ

0
122

બાયડના વારેણા ગામના ૨૮ વર્ષીય પરણિત યુવકવનરાજસિંહ ચંદુસિંહ પરમાર વાસી ઉત્તરાયણ ની સાંજે ઘરે થી કામકાજ અર્થે નીકળ્યા બાદ ગુમ થયો હતો ૬ દિવસ પછી ગામ નજીક પસાર થતી વરાસી નદીમાંથી પાણીપર તરતો વનરાજસિંહનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ભારે ચકચાર મચી હતી પરિવારજનોએ ઠંડે કલેજે હત્યા કરવામાં આવી આવી છે તેવા આરોપ સાથે મંગળવારે અરવલ્લી જીલ્લા નિવાસી કલેક્ટર વલવી ને આવેદનપત્ર આપી સમગ્ર બનાવની ન્યાયિક તપાસની માંગ કરી બાયડ પોલીસતંત્રની નબળી કામગીરીનો આક્ષેપ કર્યો હતો

 

 

 બાયડના વારેણા ગામનો મૃતક ૨૮ વર્ષીય પરણિત યુવક વનરાજસિંહ ચંદુસિંહ પરમાર ની પત્ની અને પરિવારજનો સહીત સમાજના અગ્રણીઓ મંગળવારે મોટી સંખ્યામાં અરવલ્લી જીલ્લા સેવાસદન કચેરી ખાતે પહોંચી નિવાસી કલેકટરને મૃતક યુવાનની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ સાથે શંકાસ્પદ લોકોના નામ બાયડ પોલીસને આપવા છતાં તપાસમાં  ઢીલી નીતિ અપનાવાતી હોવાથી હત્યારાઓને શોધી કાઢવાની માંગ કરી યોગ્ય ન્યાયની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here