- Advertisement -
અરવલ્લી જિલ્લામાં બીએસએનલમાં કામ કરતા કર્મચારીઓએ ટેલિફોન ક્ષેત્રે ફરજ બજાવતા કર્મચારીઓનો વિદાય સમારોહ યોજાયો હતો, જેમાં નિવૃત્ત થતાં કર્મચારીઓનો ભાવભરી વિદાય આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું,,, કેટલાય વર્ષો સુધી ટેલકોમ ક્ષેત્રે પોતાની સેવા આપનાર કર્મચારીઓએ પોતાના અનુભવોનું વર્ણન કર્યું હતું, જેમાં તેમણે અનુભવેલા કાર્યો તેમજ તેમણે બજાવેલી ફરજો અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા,, નિવૃત્ત થયેલા કર્મચારીઓ મુસ્તાક ચૌહાણ અને નાસિરભાઈ અંસારીનું સન્માન કરવામાં આવ્યું હતું,, મોડાસાના જેસિસ હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં નિવૃત્ત થયેલા કર્મચારીઓના પરિવારજનો તેમજ બીએસએનએલના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા..