Wednesday, September 22, 2021
Homeઅરવલ્લી : ટ્રક ડ્રાઈવર ની સીટ પાછળ બનાવેલ ગુપ્તખાના માંથી ...
Array

અરવલ્લી : ટ્રક ડ્રાઈવર ની સીટ પાછળ બનાવેલ ગુપ્તખાના માંથી વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો

શામળાજી પોલીસે અણસોલ ગામ નજીકથી ટ્રકની ડ્રાઈવરની સીટ પાછળ ગુપ્ત ખાનું બનાવી પોલીસની આંખોમાં ધૂળ નાખવાના કીમિયાને નિષ્ફળ બનાવી ગુપ્તખાનામાં છુપાવેલા વિદેશી દારૂનો ૨.૨૪ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડી ટ્રક ડ્રાઈવરને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.શામળાજી પીએસઆઈ કે.વાય.વ્યાસ અને તેમની ટીમે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા રાજસ્થાન બાજુથી પ્રસાર  થતા ટ્રક (ગાડી.નં-GJ 20V  8672 ) ને અટકાવી તલાસી લેતા ટ્રક ડ્રાઇવરની સીટ પાછળ ગુપ્ત ખાનું મળી આવ્યું હતું. ગુપ્ત ખાનામાં થપ્પા બંધ વિદેશી દારૂની પેટી-૪૭ બોટલ નંગ-૫૬૪ કિં.રૂ.૨૨૪૪૦૦/- નો જથ્થો જપ્ત કરી ટ્રક ડ્રાઈવર ગુલાબસિંગ પ્રતાપસિંગ રાણાવત (રહે,ગટેલા,રાજસ્થાન) ની ધરપકડ કરી ટ્રકની કિં.રૂ.૮૦૦૦૦૦/- તથા મોબાઈલ-૧ કીં.રૂ.૨૦૦૦/- મળી કુલ રૂ.૧૦૨૬૪૦૦/- નો મુદ્દામાલ જપ્ત કરી ટ્રકમાં વિદેશી દારૂ ભરી આપનારો ડુંગરપુર (રાજ) ના બુટલેગર રાજુ નામના શખ્શ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments