- Advertisement -
અરવલ્લી જીલ્લામાં જીલ્લા વિકાસ અધિકારી તરીકે ર્ડો.હસિત ગોસાવી ની નિયુક્તિ સાથે જીલ્લાનો વિકાસ વેગવંતો બન્યો છે ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વાર જીલ્લાના પ્રજાજનો પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ માટે ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર ૧૮૦૦ ૧૦૩ ૫૧૬૦ શરુ કરવામાં આવતા અને ઈ-ગ્રામ સેન્ટરમાં ઓનલાઈન સોફ્ટવેર થી ગ્રામપંચાયત અને ગ્રામજનોની તમામ માહિતી ડિજિટલ બનાવવાની કામગીરી માટે દિલ્હીના ર્ડો.એ.પી.જે અબ્દુલ કલામ સેન્ટર ખાતે અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.હસિત ગોસાવીને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ ભારત સરકારના અધિક સચિવ કે.શ્રી નિવાસન અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારના હસ્તે ર્ડો.અબ્દુલ કલામ ઈનોવેટિવ ગર્વનન્સ એવોર્ડ-૨૦૧૯ માં એવોર્ડ અને સન્માન પાત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા
અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.હસિત ગોસાવીએ રાજ્યમાં સૌપ્રથમ વાર જીલ્લાવાસીઓના પ્રશ્નો અને સમસ્યાના નિરાકરણ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૩ ૫૧૬૦ શરુ કરવામાં કરવામાં આવ્યો છે આ હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરનાર ફરિયાદીને મોબાઈલ માં ટેક્સ મેસેજ દ્વારા ટોકન નંબર આપવામાં આવે છે અને ૨૪ કલાકની અંદર ફરિયાદનું નિરાકરણ લાવવાની સાથે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે ટેક્સ મેસેજ દ્વારા માહિતી આપવામાં આવતા જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં પ્રજાજનો પણ જીલ્લા સાથે સીધા જોડાતા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ થતા પ્રજાજનોમાં ભારે આવકાર પ્રાપ્ત થયો છે તદઉપરાંત ગ્રામપંચાયતના ઈ-ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ સેન્ટરમાં ઓનલાઈન સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી ગ્રામ પંચાયત અને ગામલોકોના તમામ દસ્તાવેજોની ઓનલાઈન નોંધણી સાથે માલ મિલકતની આકારણી અને વેરાની માહિતી, ગ્રામ પંચાયતના વેરાની માહિતી સહીત જન્મ-મરણ ના દાખલો સહીત ઓનલાઈન કરવામાં આવતા પ્રજાજનોના રેકોર્ડ આંગળીના ટેરવે ઉપલબદ્ધ કરાવતા જીલ્લાને ડિજિટલ બનાવવા તરફ અગ્રેસર રહેતા અને તેમની ઉત્કૃષ્ઠ કામગીરી અને વિકાસના કામોને અનુલક્ષીને દિલ્હી ખાતે યોજાયેલ ર્ડો.અબ્દુલ કલામ ઈનોવેટિવ ગર્વનન્સ એવોર્ડ-૨૦૧૯ માં અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.હસિત ગોસાવીને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ ભારત સરકારના અધિક સચિવ કે.શ્રી નિવાસન અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારના હસ્તે ર્ડો.અબ્દુલ કલામ ઈનોવેટિવ ગર્વનન્સ એવોર્ડ-૨૦૧૯ માં એવોર્ડ અને સન્માન પાત્ર આપી સન્માનિત કરાતા જીલ્લામાં આનંદ છવાયો હતો જીલ્લા કલેક્ટર એમ.નાગરાજને વિકાસ અધિકારી ર્ડો.હસિત ગોસાવીની કામગીરીની સરાહના કરી અભિનંદન પાઠવ્યા હતા જીલ્લા પોલીસવડા મયુર પાટીલે અભિનંદન આપ્યા હતા અરવલ્લી જીલ્લા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓમાં આનંદ છવાયો હતો