અરવલ્લી : મતદાન કરતી વખતે ઇવીએમ તેમજ વીવીપેટ અંગે ખ્યાલ આવે તે હેતુથી ચૂંટણી વિભાગ દ્વારા ઇવીએમ નિદર્શન કક્ષ શરૂ કરવામાં આવ્યો

0
38

 

આગામી લોકસભાની ચૂંટણીને લઇને મતદાતાઓને ઇવીએમ તેમજ વીવીપેટ મશિન અંગે જાણકારી મળી રહે તે હેતુથી અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે ઇવીએમ નિદર્શન કક્ષને ખુલ્લો મુકવામાં આવ્યો છે,, રાજ્ય ચૂંટણી પંચના આદેશ અનુસાર મતદાતાઓને મત આપતી વખતે કોઇ અગવળ ન પડે તે હેતુથી એક ડેમો ઇવીએમ મશિન મુકવામાં આવ્યું છે, જે સવારે દસ ત્રીસ કલાકથી સાંજે છ ત્રીસ કલાક સુધી ચાલુ રહેશે.. નિદર્શન કક્ષ ખાતે મુકવામાં આવેલા ઇવીએમ મશિનમાં નાગરિકો નમૂનારૂપે મતદાન કરી શકશે, જેથી તેમને ખ્યાલ આવે કે, ચૂંટણી સમયે કેવી રીતે મતદાન કરવું,, અને તેમણે આપેલો મત સફળ થયો છે કે નહીં,, વગેરે જેવી જાણકારી મતદારોને મળી શકે… અરવલ્લી જિલ્લા સેવા સદન ખાતે આવેલા જન સેવા કેન્દ્ર ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, પ્રાંત અધિકારી, જિલ્લા પુરવઠા અધિકારી, તેમજ મામલતદાર દ્વારા ઇવીએમ નિદર્શન કક્ષને ખુલ્લુ મુકવામાં આવ્યું હતું,,,

બાઈટ – પી.સી.દવે, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી

રિપોર્ટર રાહુલ પટેલ CN24NEWS  અરવલ્લી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here