Wednesday, September 22, 2021
Homeઅરવલ્લી : માલપુર તાલુકા ના સોનીકપુર ગામમા ખરાબા ની જમીન...
Array

અરવલ્લી : માલપુર તાલુકા ના સોનીકપુર ગામમા ખરાબા ની જમીન વ્યક્તિગત નામે કરવા ઠરાવ થતા ભ્રષ્ટાચારનો આક્ષેપ

 

અરવલ્લી જીલ્લા ના માલપુર તાલુકા ના સોનીકપુર ગામમા ગ્રામ પંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના બારોબાર ખરાબાની જમીન ગામહિત માટે ફાળવણી ન કરી વ્યક્તિગત નામે કરવા ઠરાવ થતા ભ્રષ્ટાચારનો આક્ષેપ થયો છે.

બાઈટ – બિંદુબેન, સભ્ય, પંચાયત

 

 

 

 

માલપુર તાલુકાના સોનિકપુરમાં ખરાબાની જમીન ગામહિત માટે ન ફાળવતા ગામ પંચાયતના સભ્યોએ આક્ષેપ છે કે તલાટી એ કેટલાક સ્થાપિત હિતો સાથે મેળાપણું કરી ઠરાવ કર્યો છે. ભૂતકાળમાં આ જમીન પર કરેલ દબાણ ગામ લોકોના વીરોધ ના કારણે આંશિક દૂર કરવામાં આવ્યું હતું . ત્યારબાદ તાજેતરમાં ફરી પાછો આ જમીનની હારાજીનો ઠરાવ કરી કબ્જે કરવાનો પ્રયાસ થતા ગામ લોકો રોષે ભરાયા છે . માલપુર તાલુકાના જેશીંગપુર ગૃપ ગ્રામ પંચાયતના સભ્યોએ તલાટી કમ મંત્રીને આપેલ આવેદનપત્ર મુજબ સોનીકપુર ગામમાં સર્વે નં 136માં પ્લોટ નં 31 અને 32 ની દક્ષીણ દિશાએ આવેલ ખાલી જગ્યાની મુંબઇના રહેવાસી પટેલ વૈભવકુમાર મગનભાઇ પટેલે માંગણી કરી હતી . જે અનુસંધાને 19/01/2019 ઠરાવ કરી આ જમીન બારોબાર ગ્રામપંચાયતના સભ્યોને વિશ્વાસમાં લીધા વિના ફાળવણી કરી દેવાતાં ગામ લોકો તેમજ પંચાયતના સભ્યો એ સખત વિરોધ કર્યો હતો. વિરોધ છતાં તલાટીએ બધુ કાયદેસર થયુ તેવુ રટણ ચાલુ રાખતા ગામ લોકો જેશીંગપુર ગ્રામ પંચાયતમાં એકઠા થયા હતા જ્યાં વિવાદ વકર્યો હતો અને મળતી માહિતી મુજબ ગત તા. 08.03.2019 ના રોજ ગ્રામ પંચાયતના સભ્યોએ 100 નંબર ડાયલ કરી પોલીસ પણ બોલાવી હતી.

આ અંગે ગ્રામ પચાયતના સભ્ય સતિષ ભાઈએ આક્ષેપ કર્યો હતો કે તલાટી એ બારોબારીયું કરી પચાયતના સભ્યોની જાણ બહાર ખરાબાની જમીન ખાનગી નામે કરી દેવાનો પ્રયાસ કર્યો છે જેનો તેમનો વિરોધ છે.  જોકે તલાટી એ તમામ આક્ષેપો નકાર્યા હતા અને જણાવ્યું હતું કે બધીજ કાર્યવાહી નિયમ મુજબ કરવામા આવી છે.જ્યારે બીજી બાજુ ગ્રામપચાયત ના પ્રમુખે વિવાદિત જમીન અંગેનો કોઈ પણ ઠરાવ થયો હોય તેવું તેમની જાણમાં નથી તેવું જણાવ્યું હતું.  બાઈટ – કે.આર.પટેલ, તલાટી

 

સમગ્ર મામલાએ તુલ પકડતાં મળતી માહિતી મુજબ તાલટીએ ઠરાવ રદ કર્યા છે જોકે જો વિરોધ ના થાય અને કુલળીમાં ગોળ ભાગવામાં આવે તો આવી રીતે કેટલી જમીનો બરોબાર વ્યક્તિગત નામે થઇ જતી હશે તે મોટો પ્રશ્ન છે. સૌથી વધુ મહત્વની વાત એ છે કે આટલો બધો હંગામો થયો હોવા છતાં જિલ્લા વિકાસ અધિકારી આ વાતથી અજાણ છે . આ અંગે તેમનો સંપર્ક કરતા તેમણે જણાવ્યુ હતું કે આ પ્રશ્ન અંગે તેમને કોઇ જ માહિતી નથી.

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments