Monday, September 20, 2021
Homeઅરવલ્લી : માલપુર વડલા ફળી માં ઇન્દ્રદેવ ને પ્રસન્ન કરવા યજ્ઞ યોજાયો
Array

અરવલ્લી : માલપુર વડલા ફળી માં ઇન્દ્રદેવ ને પ્રસન્ન કરવા યજ્ઞ યોજાયો

દર વર્ષે ચોમાસા ની શરૂઆત પહેલા અનાદિ કાળ થી ભગવાન વરુણ દેવ ને રીઝવવા માટે ગ્રામ્ય ક્ષેત્રે ફળીએ ફળીએ હવન કરવામાં આવેછે તેના ભાગ રૂપે આજે માલપુર નગર ના વડલા ફળી માં ભગવાન ઇન્દ્રદેવ ને પ્રસન્ન કરવા સમગ્ર પંથક માં અનરાધાર વરસાદ વરસે અને આ સૃષ્ટિ પરના તમામ જીવો ની ઉન્નતિ થાય ધરતી પુત્રો ને ખેતી માં સારી ઉપજ મળે અને આસપાસ ની તમામ નદી નાડા બોર કુવા છલોછલ ભરાય એવો વરસાદ પડે તે માટે વૈદિક બ્રાહ્મણો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સહિત યજ્ઞ કરવામાં આવ્યો.

યજ્ઞ માં મુખ્ય યજમાન તરીકે માલપુર ના નવ પરણીત યુવાન નમન કુમાર શૈલેષ ભાઈ પંડ્યા એ પૂજા વિધિ કરી હતી અને ભગવાન વરુણ દેવ ને સારી વૃષ્ટિ થાય તે માટે પ્રાર્થના કરી હતી સમગ્ર યજ્ઞ કાર્યક્રમ ને સફળ બનાવવા વડલા ફળી ના પ્રમુખ ઘનશ્યામ મહેતા અને તેમની ટીમે ભારે જહેમત ઉઠાવી અને અને રંગે ચંગે કાર્યક્રમ સફળ થયો હતો

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS, અરવલ્લી 
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments