અરવલ્લી : સરસ્વતી બાલમંદિર ના બાળકો ધ્વારા શહીદ થયેલ જવાનનો ને દીપ પ્રાગટ્ય કરી હાથમાં મોહ્મ્બત્તી લઈ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

0
51

કાશ્મીરના પુલવામાં આંતકીઓએ આપણા દેશના જવાનો ઉપર હુમલો કર્યો હતો જેમાં ૪૦ થી વધુ જવાનો શહીદ થયા હતા અને જેના પગલે સમગ્ર ભારત દેશમાં ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે જેને લઇ ભારત દેશના નાગરકો આજે શોકમાં મગ્ન થયા છે અને બાળકો થી લઇ વ્યવૃદ્ધ સુધીના નાગરિકો બદલાની માંગ ભારત સરકાર પાસે કરી રહ્યા છે અને હાલ નાના નાના સ્કુલમાં જતા બાળકો માં તેની ગંભીર અસરો દેખાઈ છે ત્યારે અરવલ્લી જીલ્લાના મોડાસા સરસ્વતી બાલમંદિર ના બાળકો અને શિક્ષકો તથા ટ્રસ્ટી ગણ ધ્વારા શહીદ થયેલ જવાનનો ના પરિવારની સ્થિતિ ઉપર ગીત અને નાટ્યકાર સ્વરૂપમાં દર્શાવવા માં આવી હતી જેને પ્રોત્સાહિત કરવા મોડાસા નગરપાલિકાના પ્રમુખ સુભાસભાઈ શાહ તથા સરસ્વતી બાલમંદિર ના પ્રમુખ, નિલેશભાઇ જોશી,  વિનોદભાઈ પટેલ, અરુણભાઈ શાહ, નવનીતભાઈ પરીખ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમ પહેલા દીપ પ્રાગટ્ય કરી હાથમાં મોહ્મ્બત્તી લઈ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી…..

 

રિપોર્ટર : રાહુલ પટેલ, CN24NEWS અરવલ્લી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here