Thursday, October 21, 2021
Homeઅરવલ્લી : સ્વાઈનફ્લૂનો કહેર ૨ મહિનામાં ૨૩ કેશ પોઝેટીવ , ૨૪...
Array

અરવલ્લી : સ્વાઈનફ્લૂનો કહેર ૨ મહિનામાં ૨૩ કેશ પોઝેટીવ , ૨૪ કલાકમાં ૩ સ્વાઇનફલુ પોઝેટીવ 

ગુજરાતમાં  સ્વાઇનફલુ નામની બીમારી માં મોત નિપજવાનો રેસિયામાં  સમગ્ર દેશમાં બીજા નંબરે છે અરવલ્લી જીલ્લામાં આરોગ્ય તંત્ર સ્વાઇનફલુ નાથવામાં સંપૂર્ણ નિષ્ફળ રહેતા બે મહિનામાં ૬૦ શંકાસ્પદ સ્વાઇનફલુ અને ૨૩ સ્વાઇનફલુ પોઝેટિવના કેશ નોંધાયા છે ભિલોડાનો  ૧ યુવાન અને ધનસુરનો ૧ યુવક અને વાંટા રામપુરના આધેડ સ્વાઇનફલુમાં સપડાતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચ્યો છે ત્રણે દર્દીઓ હાલ  મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે બે યુવકોનો સ્વાઇનફલુ એકજ દિવસમાં પોઝેટીવ હોવાનું બહાર આવતા બંને યુવકોના પરિવારજનો,ગ્રામજનો અને અરવલ્લી જીલ્લાના પ્રજાજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે
અરવલ્લી જીલ્લામાં આરોગ્ય વિભાગની નિષ્ફળ કામગીરી થી પ્રજાજનો ભગવાન ભરોશે હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે આરોગ્ય તંત્રના સબસલામત અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની ટીમો બનાવી  સર્વેની કામગીરીના દાવાઓ ખોખલા સાબિત થયા હોય તેમ સતત સ્વાઈનફ્લુના કહેર યથાવત જોવા મળી રહ્યો છે આરોગ્ય વિભાગ દ્વારા સ્વાઈનફ્લુના આંકડા ભલે ચોપડે ઓછા નોંધાયા હોય પરંતુ જીલ્લાની વાસ્તવિક સ્થિતિ બહુજ અલગ જ ભાસી રહી છે અસંખ્ય દર્દીઓ શંકાસ્પદ દર્દીઓ જીલ્લામાં સ્વાઈનફ્લૂની ઝપેટમાં ખાનગી હોસ્પિટલમાં ટેમીફ્લૂની ટેબ્લેટ અને સીરપ ની સારવાર લઈ રહ્યા છે
ધનસુરાના-૧ , ભિલોડાના,-૧ યુવાન અને મોડાસા વાંટા-રામપુરના એક આધેડને  સામાન્ય શરદી-ખાંસી અને તાવ જણાતા પરિવારજનોએ પ્રાથમિક સારવાર વિવિધ ખાનગી હોસ્પિટલ માં સારવાર લીધા બાદ તબિયતમાં સુધારો ન થતા અને બાળકી ને ન્યુમોનિયા અને શ્વાસ લેવામાં ભારે તકલીફ જણાતા પરિવારજનો તાબડતોડ મોડાસાની  ખાનગી  હોસ્પિટલમાં સારવાર માટે પહોંચતા તબીબોને ત્રણે  દર્દીઓ સ્વાઈન ફલૂ ના લક્ષણો જણાતા લેબોરેટરી કરાવતા બંને યુવક અને આધેડનો સ્વાઈન ફ્લુનો રિપોર્ટ પોઝેટીવ આવતા તબીબે સઘન સારવાર હાથધરી હતી આરોગ્ય તંત્રને જાણ કરતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું અને ત્રણે  દર્દીઓના પરિવારજનો અને આજુબાજુમાં રહેતા લોકોની ચકાસણી હાથધરી હતી ટેમિફ્લૂ આપવામાં આવી હતી
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments