Wednesday, September 22, 2021
Homeઅરુણાચલમાં મોદીએ કહ્યું- હું પડકારોને પણ પડકાર આપુ છું, ક્યારેય મોજ-મસ્તી નથી...
Array

અરુણાચલમાં મોદીએ કહ્યું- હું પડકારોને પણ પડકાર આપુ છું, ક્યારેય મોજ-મસ્તી નથી કરતો

પાસીઘાટ: લોકસભા ચૂંટણી 2019 નજીક આવતા રાજકારણમાં વધારે ગરમાવો આવી રહ્યો છે. પહેલાં તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે દરેક પાર્ટીઓના પ્રચાર-પ્રસાર પણ વધી ગયા છે. આજે વડાપ્રધાન મોદી પશ્ચિમ બંગાળમાં બે રેલી કરવાના છે. તેમાંથી એક રેલી કોલકાતામાં છે. અરુણાચલ પ્રદેશની ચૂંટણી સભામાં પણ વડાપ્રધાને કોંગ્રેસ સામે આકરા પ્રહાર કર્યા હતા. અહીં વડાપ્રધાને કહ્યું હતું કે, મેં મુશ્કેલથી મુશ્કેલ કામ હાથમાં લીધા છે. મેં કદી મારા કામમાંથી રજા નથી લીધી કે આરામ નથી કર્યો. સતત કામ કરી રહ્યો છું.

પશ્ચિમ બંગાળમાં રેલી પહેલાં વડાપ્રધાને અરુણાચલ પ્રદેશના પાસીઘાટમાં ચૂંટણી સભા સંબોધી હતી. અહીં તેમણે કહ્યું હતું કે, હું પડકારોને પણ પડકારો આપનારો માણસ છું. આજે અરુણાચલ પ્રદેશમાં વિકાસનું ડબલ એન્જિન લાગ્યુ છે. એક પરિવારે દેશ પર 55 વર્ષ શાસન કર્યું છે. તેમ છતાં તેઓ દાવો નથી કરતી શકતા કે તેમણે બધા કામ પુરા કર્યા છે. મને તો માત્ર 55 મહિના જ થયા છે. હું દરેક મુશ્કેલ કામ હાથમાં લઉં છું. મેં કદી રજા નથી લીધી. કદી આરામ નથી કર્યો. સતત કામ કરતો રહું છું.

વડાપ્રધાને કહ્યું કે, તમારા વિશ્વાસનું જ પરિણામ છે કે, આઝાદીના 7 દશકા પછી અરુણાચલના દરેક ગામમાં વીજળી પહોંચી શકી છે. દરેક ધર રોશન થઈ શક્યા છે. તમે સાથ આપ્યો તેથી જ અમે પાસીઘાટ અને ઈટાનગરને સ્માર્ટ સિટી બનાવવાનું અભિયાન લઈ શક્યા છીએ. આ ચૂંટણી ભ્રષ્ટાચાર અને વિકાસ વચ્ચેની ચૂંટણી છે. તમારી પરંપરાઓની મજાક ઉડાવનાર લોકો વચ્ચે ચૂંટણી થઈ રહી છે. વડાપ્રધાને કહ્યું કે, અમુક લોકોએ તમારી પરંપરાઓની મજાક ઉડાવી છે. પરંતુ અમે તમારી પરંપરાઓને અપનાવીએ છીએ. તમારો આ ચોકીદાર તમારી સાથે ઉભો છે. તેમણે કહ્યું કે, અમે એક વાયદો કરીને તેને દશકાઓ સુધી ટાળ્યા કરીએ તેવા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments