અરુણાચલ પ્રદેશ : 20 કલાક પછી પણ AN-32 વિમાનનો કોઈ મલબો નથી મળ્યો, સર્ચ ઓપરેશનમાં સુખોઈ જેવા પ્લેન પણ જોડાયા

0
21

ઈટાનગર: આસામના જોરહાટ એરબેઝથી ઉડાન ભર્યા પછી સોમવારે ગુમ થયેલું ભારતીય વાયુસેનાનું AN-32 વિમાનનો હજી સુધી કોઈ મલબો મળ્યો નથી. વાયુસેનાએ સર્ચ ઓપરેશનમાં આર્મીના ગ્રાઉન્ડ ફોર્સની પણ મદદ લીધી છે. વાયુસેનાએ ટ્વિટ કર્યું છે કે, ‘અમુક રિપોર્ટ્સ પ્રમાણે ક્રેશ સાઈટ વિશેની આંશકા વ્યક્ત કરવામાં આવી છે. પરંતુ હજી સુધી કોઈ પ્રકારનો મલબો મળ્યો નથી.’

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગ્રાઉન્ડ સોર્સથી છેલ્લી વાર સોમવારે બપોરે 1 વાગે વિમાનનો સંપર્ક થયો હતો. વિમાનમાં 8 ક્રૂ મેમ્બર્સ સહિત 13 લોકો હતા. વિમાન અરુણાચલ પ્રદેશના મેચુકા એર ફિલ્ડ ઉપરથી ગુમ થયું છે. આ વિસ્તાર ચીન સીમાની ઘણી નજીક છે. ભારતીય વાયુસેનાએ હાલ વિમાનના સર્ચ ઓપરેશન માટે એક સુખોઈ-30, સી-130 સ્પેશિયલ ઓપ્સ એરક્રાફ્ટ, AN-32, બે એમઆઈ-17 હેલિકોપ્ટર અને સેનામા બે એએલએચ હેલિકોપ્ટર લગાવવામાં આવ્યા છે.

ત્રણ વર્ષ પહેલા પણ ગુમ થયું હતું AN-32 વિમાનઃ 2016માં ચેન્નાઈથી પોર્ટ બ્લેયર જઈ રહેલું AN-32 વિમાન ગાયબ થયું હતું. જેમાં વાયુસેનાના 12 જવાન , 6 ક્રુ-મેમ્બર , 1 નૌસૈનિક , 1 સેનાનો જવાન અને એક જ પરિવારના 8 સભ્યો હતા. આ વિમાનની શોધખોળ કરવા માટે એક સબમરીન, આઠ વિમાન અને 13 જહાજને કામે લગાડાયા હતા. પરંતુ આટલા પ્રયત્નો છતા ન તો વિમાન મળ્યું ન તેનો કાટમાળ.

1980માં સામેલ થયું હતું AN-32 વિમાન: સોવિયત એરાનું આ એરક્રાફ્ટ 1980માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું હતું. તેને સતત અપડેટ કરવામાં આવ્યું હતું. જોકે ગુમ થયેલું પ્લેન AN-32 અપગ્રેડ એરક્રાફ્ટનો હિસ્સો નહતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here