Tuesday, December 5, 2023
Homeદેશઅરુણ ગોયલે આજે ચૂંટણી કમિશનરનો પદભાર સંભાળ્યો

અરુણ ગોયલે આજે ચૂંટણી કમિશનરનો પદભાર સંભાળ્યો

- Advertisement -

દેશના ભૂતપૂર્વ ભારતીય વહીવટી સેવા અધિકારી અરુણ ગોયલે આજરોજ 21 નવેમ્બરને સોમવારે ચૂંટણી કમિશનર તરીકેનો પોતાનોકાર્યભાર સંભાળ્યો. ચૂંટણી પંચે આ અંગેની જાણકારી આપી છે. ગોયલ પંજાબ કેડરના 1985 બેચના આઈએએસ અધિકારી છે. તેમણે 18 નવેમ્બરે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. જોકે, તેઓ 60 વર્ષના થયા બાદ 31 ડિસેમ્બર, 2022ના રોજ નિવૃત્ત થવાના હતા. ઉલ્લેખનીય છે કે ગોયલને શનિવારે ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની સાથે ચૂંટણી પંચનો ભાગ હશે.

અરુણ ગોયલે નિવૃત્તિના 40 દિવસ પહેલા રાજીનામું આપી દીધું હતું. તેઓ ઘણા વર્ષોથી કેન્દ્રમાં ડેપ્યુટેશન પર હતા અને હાલમાં વડાપ્રધાન કાર્યાલયમાં મહત્વની જવાબદારીઓ સંભાળી રહ્યા હતા. તેઓ 31 ડિસેમ્બર, 2022 ના રોજ નિવૃત્ત થવાના હતા, પરંતુ તે જ દિવસે પંજાબ અને કેન્દ્ર સરકાર દ્વારા તેમનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું હતું. અરુણ ગોયલ હવે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને ચૂંટણી કમિશનર અનૂપ ચંદ્ર પાંડેની સાથે ચૂંટણી પંચનો ભાગ હશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular