અરુણ જેટલીએ PMને પત્ર લખ્યો, મંત્રી ન બનાવવાની ભલામણ કરી

0
27

નેશનલ ડેસ્ક: લોકસભા ચૂંટણીમાં બહુમતી મેળવીને ફરી વખત સરકાર બનાવનાર નરેન્દ્ર મોદી ગુરુવારે વડાપ્રધાન પદ શપથ ગ્રહણ કરવાના છે. તેમની સાથે તેમના મંત્રીમંડળના 65 નેતાઓ પણ શપથ લેશે. મંત્રીમંડળમા કોનો સમાવેશ કરવો તે વિશેનું મહામંથન ચાલી રહ્યું છે તે દરમિયાન નાણામંત્રી અરુણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખ્યો છે. અરુણ જેટલીએ વડાપ્રધાનને પત્ર લખીને તેમની તબિયત નાદૂરસ્ત હોવાના કારણે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ ન કરવાની ભલામણ કરી છે. આ ઉપરાંત બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે આજે બીજેપી અધ્યક્ષ અમિત શાહની તેમના ઘરે મુલાકાત કરી છે.

અરુણ જેટલીએ PMને પત્ર લખ્યો: કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને અપીલ કરી છે કે તેમને મંત્રી બનાવવા વિશે ફેરવિચાર ન કરવામાં આવે. જેટલીએ તેમના પત્રમાં લખ્યું છે કે, છેલ્લાં 18 મહિનાથી તેમની તબિયત ખરાબ છે. આ સંજોગોમાં તેઓ નવી કોઈ જવાબદારી લેવા માટે સક્ષમ નથી. તેથી તેમને મંત્રી બનાવવા માટે ફેર વિચાર કરવામાં ન આવે.

જેટલી સોફ્ટ ટિશૂ કેન્સરથી પીડિત છેઃ ગત વર્ષે મે માસમાં અરુણ જેટલીએ કિડની ટ્રાંસપ્લાન્ટનું ઓપરેશન કરાવ્યું હતું. જે બાદ જેટલીના જમણા પગમાં સોફ્ટ ટિશૂ કેન્સર થઈ ગયું, જેની સર્જરી માટે તેઓ આ વર્ષે જાન્યુઆરીમાં અમેરિકા પણ ગયા હતા. હાલ તેઓ કીમો લઈ રહ્યાં છે જેનાથી તેઓ શારીરિક રીતે ઘણાં જ નબળા પડી ગયા છે. ગત સપ્તાહે તેમને એઈમ્સમાં દાખલ કરાયા હતા જ્યાં તેમની સારવાર થઈ હતી.

અમિત શાહને મળવા પહોંચ્યા નીતીશ કુમારઃ ગુરુવારે શપથ ગ્રહણ સમારંભ પહેલાં મંત્રીમંડળ વિશે મહામંથન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ભાજપ અધ્યક્ષ અમિત શાહને તેમના ઘરે મળવા પહોંચ્યા છે. નોંધનીય છે કે, બિહારમાં આ વખતે જેડીયુને 16 સીટો મળી છે જ્યારે એનડીએને 40માંથી 39 સીટો મળી છે.

અમિત શાહ, રવિશંકર પ્રસાદે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું: ભાજપ અધ્યક્ષ અમિત શાહ, રવિશંકર પ્રસાદે બુધવારે રાજ્યસભાના સભ્ય તરીકે રાજીનામું આપી દીધું છે. બંને નેતા લોકસભાની ચૂંટણી જીતી ગયા છે, એવામાં તેઓ કોઈ એક ગૃહના સભ્ય રહી શકે છે. આ ઉપરાંત કનિમોઝીએ પણ રાજ્યસભાના સાંસદ તરીકે રાજીનામું આપ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here