Wednesday, December 8, 2021
Home‘અરે કાલિયા, આજે તારી મમ્મી….પાક. કેપ્ટનને ટિપ્પણી કરવી પડી ભારે, માફી માગવા...
Array

‘અરે કાલિયા, આજે તારી મમ્મી….પાક. કેપ્ટનને ટિપ્પણી કરવી પડી ભારે, માફી માગવા છતાં ચાર મેચ માટે સસ્પેન્ડ

પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદને રવિવારે આઇસીસીએ ચાર મેચ માટે બરતરફ કર્યો છે. અહેમદ પર સાઉથ આફ્રિકાના ક્રિકેટર અંડિલ ફેહલુકવાયો માટે વંશીય ટિપ્પણી કરવાનો આરોપ છે. આઇસીસીએ આ જાણકારી પાકિસ્તાન અને સાઉથ આફ્રીકા વચ્ચે શરૂ થયેલી ચોથી વન ડે બાદ આપી. જણાવી દઇએ કે ચોથી વન ડેમાં સરફરાઝને સામેલ કરવામાં આવ્યો નથી. તેના સ્થાને શોએબ મલિક ટીમની કેપ્ટન્સી કરી રહ્યો છે.

સરફરાઝની હકાલપટ્ટીની જાણકારી આપતાં આઇસીસીએ ટ્વિટ કર્યુ કે, આઇસીસીએ એન્ટી રેસિઝમ કોડને તોડવા માટે પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહેમદને 4 મેચ માટે બરતરફ કર્યો છે.

ડર્બનમાં રમાયેલી બીજી વન-ડેમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યુ હતું. આ વિજય પછી દક્ષિણ આફ્રિકાએ શ્રેણી 1-1થી બરાબરી કરી છે. આ મેચ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન સરફરાઝ અહમદ વિવાદમાં ફસાયા છે. સરફરાઝ અહમદે દક્ષિણ આફ્રિકના ઑલ-રાઉન્ડર એન્ડિલ ફિલક્વાયો પર અભદ્ર ટિપ્પણી કરી હોવાનો આરોપ મૂક્યો છે. સરફરાઝ અહેમદ પર આરોપ છે કે તેણે એન્ડિલની માતા વિશે અપમાનજનક ટિપ્પણીઓ પણ કરી હતી. સરફરાઝ અહમદનો આ વિડિઓ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments