અર્જુન કપૂરે મલાઈકા અરોરા સાથેના સંબંધોનો સ્વીકાર કરીને કહ્યું, તેની સાથે કમ્ફર્ટેબલ છું

0
32

મુંબઈઃ અર્જુન કપૂર તથા મલાઈકા અરોરાનો પ્રેમ જગ જાહેર છે. અર્જુન કપૂરે ફિલ્મ ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ના સ્ક્રીનિંગ પર મલાઈકા સાથેના સંબંધોનો સ્વીકાર કર્યો હતો. અર્જુને એક મેગેઝિનને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે સ્ક્રીનિંગ દરમિયાન તે મલાઈકા સાથે એકદમ સહજ હતો.

મીડિયાએ અમારા સંબંધોને માન આપ્યું
અર્જુનની ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન કપૂર પરિવાર હાજર હતો અને મલાઈકા પણ બોયફ્રેન્ડને સપોર્ટ કરવા આવી હતી. અર્જુન-મલાઈકાએ કપલની જેમ મીડિયા સાથે મુલાકાત કરી હતી. આને લઈ અર્જુન કપૂરે કહ્યું હતું કે તે મલાઈકા સાથે સહજ છે અને મીડિયા આ વાત સમજે છે. તેને તથા મલાઈકાને લઈ મીડિયાએ ક્યારેય ખરાબ વર્તન કર્યું નથી. ના એવી કોઈ વાત લખવામાં આવી હતી. આ જ કારણથી સ્ક્રીનિંગમાં તેઓ આ રીતે સામે આવ્યા હતાં. કારણ કે મીડિયાએ તેમને માન આપ્યું છે. વધુમાં અર્જુને કહ્યું હતું કે મીડિયા આ વાતને સારી રીતે સમજે છે. તેઓ આ બાબતમાં ઘણાં જ સન્માનજનક, ઈમાનદાર તથા સભ્ય છે. આ જ કારણથી તે કમ્ફર્ટેબલ ફીલ કરી શકે છે.

અર્જુને કહ્યું, અમે ક્યારેય કંઈ જ ખોટું નથી કર્યું
અર્જુને ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મેં મીડિયાને કહ્યું હતું કે તેઓ મારા અથવા મલાઈકાના ઘરની નીચે ના બેસી રહે. જો મીડિયાની આ રીતે સતત હાજરી હોત તો લોકોને એમ જ લાગે કે અમે કંઈક ખોટું કરી રહ્યાં છીએ. અમે કંઈ જ ખોટું કરતા નથી અને અમે હંમેશા મીડિયાની સામે આવ્યા છીએ. મીડિયાએ આ વાત સમજી અને અમને પૂરતો સ્પેસ આપ્યો છે.’ ઉલ્લેખનીય છે કે ફિલ્મ ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ના સ્ક્રીનિંગ દરમિયાન અર્જુન-મલાઈકાએ કપલની જેમ મીડિયાની આગળ પોઝ આપ્યા હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here